પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ.

image

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા રાઘા ગામની સીમમા તા.મુંદરામા આવેલ જમીનમા ગે.કા રીતે સાદી માટી(મોરમ)નો જથ્થો ખનન કરી વાહન માલીક ગોપાલભાઈ વિરમભાઇ ગઢવી વાળાએ ખોદકામ બાબતે પાસ પરમીટ વગર ૨૮.૩૩૦ ટન હાઇવા વાહનમા સંગ્રહ કરેલ હોય અને ખનન કરવા હીટાચી મશીનને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહીલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દર્શનભાઇ રાવલ પો.કોન્સ મહેશભાઇ ચૌહાણનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન તેઓને બાતમી હકીકત મળેલ કે, રાઘા ગામની સીમમા હાઇવામા સાદી માટી(મોરમ)નો જથ્થો ભરેલ છે જે હકીકત આધારે સ્થાનિક જગ્યાએ તપાસ કરતા હાઇવામા ગે.કા રીતે સાદી માટી(મોરમ)નો ગે.કા રીતે ૨૮.૩૩૦ ટન જથ્થો ભરેલ હોઇ જે બાબતે સદરૂ વાહન ચાલક વિજયસિંહ ગુમાનસિંહ રાઠોડ રહે.પત્રી, તા.ભુજવાળા પાસે માલની રોયલ્ટી માંગતા રોયલ્ટી તથા કાંટા પાવતી ન હોવાનુ જણાવેલ તેમજ સદર વાહનમા માલ ભરવા માટેનો હીટાચી મશીન ત્યા સ્થળ પર હાજર મળી આવેલ જેના ચાલક રજનીશ મીઠાઇલાલ પાલ મુળ રહે. સુરજગઢ તા.લાલગંજ,યુ.પી હાલે રહે. રાઘા તા.મુંદરા વાળાને મશીનથી ખોદકામ કરવા માટે કોઇ પણ પાસ પરમીટ લીધા વગર ગે.કા. રીતે સાદી માટી(મોરમ) ખનન કરવા તેમજ હાઇવામા ભરેલ સાદી માટી(મોરમ)નો ૨૮.૩૩૦ ટનના જથ્થા બાબતે કોઇ પાસ પરમીટ કે કાંટા પાવતી વગર ગે.કા રીતે માલ ભરી ગુનો કરેલ હોય જેથી સદર વાહન ખાણ ખનીજ ધારાની ક.૩૪ મુજબ ડીટેઇન કરી વાહનો સીજ કરી પ્રાગપર પો.સ્ટે રખાવી આગળની કાર્યવાહી કરવા ફલાઇંગ સ્કોર્ડ ટીમને રિપોર્ટ કરેલ છે.