સરકારે દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતો સાથે કર્યો મજાક”-વી.કે.હુંબલ
રાજય ના મુખ્ય મંત્રી એ પ્રેસ કોન્ફરન્સ માધ્યમ થી ગુજરાતના ૪ જીલ્લા કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર ને અસરગ્રસ્ત જાહેર કર્યાં છે. તે ખેડૂતો સામે મજાક કરી હોય તેવું લાગે છે. કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદર વિસ્તારોમાં પોરબંદર સહિતના વરસાદ ન પડવાના કારણે ખેડૂતો માલધારી પશુપાલકો અછત ભોગવતા હતા. જળ સંકટ, પાક નિષ્ફળ જેવી સમસ્યાઓથી ખેડૂત વર્ગ પરેશાન થઇ રહ્યો હતો કોંગ્રેસ પક્ષે સતત સરકાર અને કલેકટર ને કચ્છ માં અછત જાહેર કરવા રજુઆતો કરી હતી. દેર આયે દુરુસ્ત આયે ની જેમ સરકારે ઉચ્ચ સમિક્ષા બેઠક બોલાવી માંડ માંડ સરકારે અછત જાહેર કરી વધુમાં શ્રી હુંબલે આક્રોશ પૂર્વક જણાવ્યું હતું કે સરકારે ચાલુ વર્ષે દુષ્કાળ જાહેર કરી ખેડૂતો ને સહાય આપવાની જગ્યાએ તો જાણે મજાક કરી હોય તેવો નિર્ણય મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ એ આજે લીધો નહીવત વરસાદના કારણે ખેડૂતો પહેલાથીજ પાક નુકશાન, જળ સંકટ જેવી અનેક સમસ્યાઓ થી ખેડૂતો ઘેરાયેલો હતો તે વચ્ચે સરકારે હેક્ટર દીઠ ૮૫૦૦/- રૂપિયાની સહાય જાહેર કરી ક્રૂર મજાક ખેડૂતો ની કરી છે. ગુજરાત સરકારે ૨૦૧૮માં અતીવૃસ્ટી સમયે હેક્ટર દીઠ ૨૨,000/- રૂપિયા લેખે બે હેક્ટરના ૪૪,૦૦૦/- સહાય ચૂકવેલ હતી અને ૮ વર્ષ પછી માત્ર ૧૭,૦૦૦/- રૂપિયા સહાય ચૂકવાશે જે ખેડૂતો સાથે મજાક છે. કોંગ્રેસ પક્ષ સરકાર ને વિનંતી કરે છે કે આર્થિક સહાય વાળા નિર્ણય માં સરકાર ફેર વિચારણા કરી સરકાર ૫૦,૦૦૦/- રૂપિયા ની બે હેકટર દીઠ જાહેરાત કરે સાથે હાલ વર્ષમાં 3,00,૦૦૦/- રુપીયામું પાક ધિરાણ ખેડૂતો એ લીધેલ છે. તે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરે, સરકારે જયારે અછત જાહેર કરી છે ત્યારે સાત કિમી ના એરિયામાં ઘાસ વિતરણ કેન્દ્ર ખોલવા, પાંજરાપોળ ખોલવી, પશુ ધન માટે, શુદ્ધ પાણી, રજીસ્ટર ગૌ શાળામાં પશુ દીઠ સહાય આપવા તેમજ દુષ્કાળ વર્ષ “ અછત ” વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગૌ શાળા તેમજ પાંજરાપોળનેપશુ દીઠ રૂપિયા ૮૦ થી ૧૦૦ લેખે સરકાર ચુકવે તેવી કચ્છ કોંગ્રેસ પક્ષ સરકાર પાસે માંગણી કરે છે. વધુમાં હુંબલે જણાવ્યુ હતું કે આગાઉ જયારે કોંગ્રેસ પક્ષની સરકાર હતી ત્યારે દુષ્કાળ વર્ષ માં ૧૫૦% પાક વીમા થતા હતા. ખેડૂતો માટે લોન માફી જમીન સુધારણા કાયદો સસ્તા વ્યાજ ધિરાણ જેવી કેટલી યોજનાઓ ખેડૂતો માટે કોંગ્રેસ સરકારે કામ કરેલ છે. ત્યારે વર્તમાન ભારતીય જનતા પાર્ટી ની સરકારે મોડે મોડે દુષ્કાળ ગ્રસ્ત વર્ષ જાહેર કર્યું છે ત્યારે નિયમો અનુશાર આર્થિક લાભો સાથે ખેડૂતો માલધારી, પશુપાલક લાભ આપે કચ્છ સરહદી અને અંતરયાળ જીલ્લો છે રાપર થી લખપત સુધીના વિસ્તારોમાં માલધારી સમાજ ને પશુપાલકો વધુ સંખ્યામાં જોવા મળે છે ૨૨ લાખ થી વધુ પશુધન જીલ્લા માં આવેલ છે જેને નિભાવવા માટે કેટલ કેમ્પો, ઘાસ ડેપો, પાણી જેવી વિકટ પરિસ્થિતિની સમસ્યા હાલમાં જીલ્લામાં છે ત્યારે રાજય ની ભાજપ સરકાર આ ગંભીર પરિસ્થિતિ માટે કચ્છ ના લોકો તેમજ પશુઓ માટે પીવાના પાણીની તાકીદે વ્યવસ્થા કરે નર્મદાના નામે સરકારના મંત્રીઓ વખતો વખત નર્મદા નીરના વધામણા ના નામે તાયફાઓ અને ઉત્સવો કરે છે આ જ મંત્રીઓ અને કચ્છ ના ધારાસભ્ય અને સંસદ કચ્છ ના લોકો અને પશુધન માટે પાણી ની વ્યવસ્થા કરે તેવું શ્રી હુંબલે જણાવ્યું છે એવું પ્રવક્તા અંજલિ ગોરની યાદી એ જણાવ્યું છે.