દાડમ વેચાણની બાકી રકમના ચેક પરતમાં શખ્સને એક વર્ષની સજા
ગોકુલ ફ્રૂટ્સના વેચાણે આપેલા દાડમની બાકી રકમનો ચેક પરત ફરતાં થયેલા કેસમાં આરોપી ને કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે.સૂત્રો પરથી મળતી માહિતી ખેડૂત એ તેમની જમીનની પેદાશ દાડમ રતનાલ મધ્યે ગોકુલ ફ્રૂટ્સનો ધંધો કરતા ને વેચાણ આપ્યા હતા, જેની બાકી રકમ રૂા. 6,13,458નો આપેલો ચેક પરત ફરતાં કેસ દાખલ કરાયો હતો, જેમાં ત્રીજા અધિક ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા તથા ફરિયાદીને વળતર પેટે રૂા. 7,23,880 ચૂકવી આપવા હુકમ કર્યો છે. ફરિયાદી તરફે એડવોકેટ તરીકે રાજેન્દ્રસિંહ જે. કુંપાવત હાજર રહ્યા હતા.