છ અધિકારી ફરજમોકૂફ : ચૂંટણીપંચની મોટી કાર્યવાહી
ભારતીય ચૂંટણીપંચે સોમવારે ઉત્તરપ્રદેશ વિધાન પરિષદની ચૂંટણી દરમ્યાન લાપરવાહી વર્તવા બદલ છ મોટા અધિકારીને તરત ફરજમોકૂફ કરી દીધા હતા.સૂત્રો પરથી મળતી માહિતી ત્રણ મતદાન મથક પર બીજી વાર ચૂંટણી કરાવવાની વાત કરતાં આગ્રાના અધિકારીના અહેવાલ પર આ કાર્યવાહી કરાઈ હતી. ચૂંટણીપંચે આ છ અધિકારીઓ વિરુદ્ધ આરોપનામું જારી કરવા અને 10 દિવસમાં તપાસ માટે તેનો મુસદ્દો આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. એ સિવાય મતદાન કેન્દ્ર 21 અને 26 પર તૈનાત પાંચ અન્ય મતદાન અધિકારી અને 16 પોલીસ જવાનો વિરુદ્ધ પણ શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ ચૂંટણીપંચે આપ્યો હતો. મતદાન કેન્દ્રોની આસપાસ યોગ્ય નિયંત્રણ ન રાખી શકવું એ અધિકારીઓની ગંભીર બેદરકારી છે તેવું પંચે કહ્યું હતું.