ફરિયાદ પાછી લેવાની ના પાડતાં ચાર શખ્સનો યુવાન ઉપરા ઘાતક હુમલો:ભુજ
પોણા બે વર્ષ પહેલાં કરેલી ફરિયાદ પાછી લઇ સમાધાન કરી લે, નહિતર જાનથી મારી નાખશું તેવી ફરિયાદીને ધમકી અપાતાં ફરિયાદીએ ફરિયાદ પાછી લેવાની ના પાડતાં લોખંડના પાઇપ અને છરી વડે ચાર શખ્સે યુવાન ઉપર ઘાતક હુમલો કરતાં અસ્થિભંગ સહિતની ઇજા પહોંચી હતી.સૂત્રો પરથી મળતી માહિતી ગત તા. 24/10ના રાત્રે સાડા આઠેક વાગ્યે રામકૃષ્ણ કોલોનીમાં થયેલા આ હુમલા અંગે ત્યાં રહેતા વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ઉપર લોખંડના પાઇપ અને છરીથી ઘાતક હુમલો કરી અસ્થિભંગ સહિતની ઇજા પહોંચાડયાનું ફરિયાદમાં લખાવાયું છે.