આદિપુરમાં યુવાનનું અપહરણ કરી ગોંધી રાખી ઢોર માર માર્યો

આદિપુરમાં મૈત્રી બગીચા પાસે બેઠેલા યુવાનનું અપહણ કરી માર કારવા, માથાના વાળ કાપી નાખવા તથા ગોંધી રાખવાનો બનાવ બહાર આવ્યો છે.સૂત્રો પરથી મળતી માહિતી આ અંગે ભોગ બનનાર યુવાનની ફરિયાદના આધારે પોલીસે મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો છે. આદિપુરમાં રહેનાર ફરિયાદી યુવાન ગત તા. 24/10ના સવારના અરસામાં મૈત્રી બગીચા પાસે બેઠો હતો ત્યારે ત્યાં આરોપી તથા 35 વર્ષીય અજાણ્યો શખ્સ બાઇક લઇને આવ્યા હતા અને તારો કેસ છે તેમ કહી બાઇકમાં બેસાડી તેને મેઘપર બોરીચી તરફ એક ઓફિસ જેવી ઓરડી પાસે લઇ જઇ ઓરડીમાંથી ધોકો કાઢી ફરિયાદીને માર માર્યો હતો. આ માણસ છોકરીઓની છેડતી કરે છે. આને તો આવી જ સરભરા કરવી પડે તેમ કહી ફરીથી બાઇકમાં બેસાડી પતરાવાળી ઓરડી બાજુ લઇ જઇ ઓરડીમાં 45 વર્ષીય અજાણી મહિલા પણ હતી. આ ત્રણેય લોકોએ ભોગ બનનારને ઢોર માર માર્યો હતો અને મહિલાએ કાતર ઉપાડી યુવનના માથાના વાળ કાપ્યા હતા. યુવાનને આ રૂમમાં ત્રણ-ચાર કલાક ગોંધી રાખવામાં આવ્યો હતો અને તેનો ફોન પણ તોડી નાખવામાં આવ્યો હતો. મહિલા બીજા રૂમમાં પાણી ભરતા જતાં અને બે શખ્સો કાંઇ વસ્તુ લેવા ભોગ બનનારથી દૂર જતાં મોકો જોઇને યુવાન ત્યાંથી નાસી છૂટયો હતો. અંજાર તરફ બાવળની ઝાડીઓમાંથી નાસી ગયા બાદ ત્યાંથી પગપાળા રાત્રિના ઘરે પહોંચ્યો હતો. બીજા દિવસે બનાવની જાણ ઘરવાળાઓને થતાં આ યુવાનને સારવાર અર્થે લઇ જવાયો હતો. પોલીસે બનાવ અંગે મહિલા સહિત ત્રણ સામે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.