ભુજથી દિલ્હી માટે એર ઇન્ડિયાની આજ થી નવી ફ્લાઇટ શરૂ થવાને સાંસદશ્રી વિનોદભાઈચાવડાએ આવકારતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા નાગરિક ઉડયન મંત્રાલય નો આભાર માન્યો હતો.
કચ્છના નાગરિકો, વેપારીઓ, ઉદ્યોગકારો અને પ્રવાસીઓ માટે હવાઈ કનેક્ટિવિટીના ક્ષેત્રમાં વધુ એક સુવિધાનો ઉમેરો
થયો છે. ભુજથી દિલ્હી વચ્ચે એર ઇન્ડિયાની 164 મુસાફરોની ક્ષમતા ધરાવતી નવી ફ્લાઇટ સેવા શરૂ થતાં કચ્છના લોકોને
દિલ્હી જવા-આવવા માટે વધુ એક વિકલ્પ ઉપલબ્ધ થશે. કચ્છ લોકસભાના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ આ નવી ફ્લાઇટ
સેવાને આવકારીને તેને કચ્છના વિકાસ અને હવાઈ જોડાણની દિશામાં એક આવકારદાયક પગલું ગણાવ્યું છે.
નવી સમયસૂચિ અનુસાર, ભુજથી દિલ્હી જતી ફ્લાઇટ સવારે 8:15 કલાકે ઉડાન ભરીને સવારે 9:45 કલાકે દિલ્હી
પહોંચશે. જ્યારે દિલ્હીથી ભુજ આવતી ફ્લાઇટ સવારે 5:50 કલાકે ઉપડીને સવારે 7:35 કલાકે ભુજ પહોંચશે. અત્યાર સુધી
ભુજથી દિલ્હી માટે સાંજના સમયે એક ફ્લાઇટ કાર્યરત હતી, ત્યારે નવી સવારની ફ્લાઇટ શરૂ થવાથી મુસાફરોને પોતાની
અનુકૂળતા મુજબ મુસાફરીનું આયોજન કરવામાં સરળતા રહેશે.
સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છ એ ઉદ્યોગ, વેપાર, પ્રવાસન અને રોજગારની દૃષ્ટિએ સતત
પ્રગતિ કરી રહેલો પ્રદેશ છે. કચ્છના નાગરિકોને દેશની રાજધાની દિલ્હી સાથે વધુ સારી હવાઈ કનેક્ટિવિટી મળે તે સમયની
માંગ છે. નવી ફ્લાઇટ સેવા શરૂ થવાથી વેપારીઓ, ઉદ્યોગકારો, સરકારી કામકાજ માટે જતા નાગરિકો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય
મુસાફરોને લાભ મળશે. આ સુવિધા સમયની બચત સાથે મુસાફરીને વધુ સરળ અને અનુકૂળ બનાવવામાં મદદરૂપ થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુંબઈ માટે પણ સવારે અને બપોરે ફ્લાઇટ સેવા ઉપલબ્ધ હોવાથી ભુજથી દિલ્હી અને
મુંબઈ વચ્ચે હવાઈ મુસાફરીના વિકલ્પોમાં વધારો થયો છે. પરિણામે, આ બંને મહત્ત્વનાં શહેરો સાથે કચ્છનું જોડાણ વધુ સુગમ
બનશે, જે વેપાર-વાણિજ્ય, પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે ઉપયોગી સાબિત થશે.
કચ્છના સર્વાંગી વિકાસ માટે પરિવહન અને કનેક્ટિવિટીની સુવિધાઓનું વિસ્તરણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ભુજથી
દિલ્હી માટે નવી ફ્લાઇટ સેવા શરૂ થવાથી કચ્છના નાગરિકોને વધુ સારી હવાઈ સુવિધા મળશે અને કચ્છને દેશનાં મહત્ત્વનાં
શહેરો સાથે જોડવાના પ્રયાસોને વધુ બળ મળશે.
સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ આ નવી ફ્લાઇટ સેવા શરૂ થવાને આવકારી કચ્છના નાગરિકોને આ સુવિધાનો લાભ
લેવા અનુરોધ કર્યો હતો.