*અમદાવાદ ખાતે ‘લોકતંત્ર બચાવો – અરાજકતા હટાવો’ પદયાત્રામાં કચ્છભરમાંથી બે હજારથી વધુ કાર્યકરો જોડાયા.*

2e978fee-a597-4e18-8dcd-3ef46398c5bf

કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાનીમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરોએ પદયાત્રામાં ભાગ લીધો.

ભારતીય જનતા પાર્ટી દવારા સમગ્ર દેશમાં વિપક્ષ કે અન્યો દવારા દેશમાં અરાજકતા ફેલાવી લોકશાહી ને નુકસાન કરવામાં આવી રહ્યું છે તેના વિરોધ કરવામાં આવી રહ્યો છે તે અંતર્ગત અમદાવાદ-કર્ણાવતી ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉત્તર ઝોન દ્વારા ‘લોકતંત્ર બચાવો – અરાજકતા હટાવો’ પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીની ગરિમા જાળવવા અને અરાજકતાના વિરોધમાં જનજાગૃતિ લાવવાના સંકલ્પ સાથે યોજાયેલી આ પદયાત્રામાં કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદની આગેવાની હેઠળ કચ્છભરમાંથી બે હજારથી વધુ આગેવાનો અને કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા.
કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો દ્વારા વિવિધ આંદોલનો અને રેલીઓના માધ્યમથી લોકશાહીની ગરિમાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં ‘લોકતંત્ર બચાવો – અરાજકતા હટાવો’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદમાં યોજાયેલી વિશાળ પદયાત્રામાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ વિવિધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
પદયાત્રા દરમિયાન “ઝૂઠ સે જનતા કો ભડકાના બંધ કરે”, “હિંસા-તોડફોડ નહીં ચલેગી”, “વોટ ચોરી કે નામ પર લોકતંત્ર કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન” અને “વિપક્ષ કા ભીડતંત્ર નહીં, સહેગા લોકતંત્ર” જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના આગેવાનોએ લોકશાહીની વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો સામે વિરોધ વ્યક્ત કરી લોકશાહીની ગરિમા અને જાહેર વ્યવસ્થાનું જતન કરવાની વાત પર ભાર મૂક્યો હતો.
આ વિશાળ પદયાત્રામાં ભાજપના કેન્દ્રીય મંત્રી શ્રી જે.પી. નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને ઉત્તર ઝોનના પ્રભારી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પદયાત્રા માં આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકશાહી એ દેશની સૌથી મોટી શક્તિ છે અને તેની ગરિમા જાળવવી એ દરેક નાગરિકની જવાબદારી છે. વિપક્ષ દ્વારા ખોટા આક્ષેપો, ભ્રામક પ્રચાર અને રાજકીય સ્વાર્થ માટે કરવામાં આવતાં આંદોલનોના માધ્યમથી જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે લોકશાહીની ભાવનાની વિરુદ્ધ છે. લોકશાહીના નામે હિંસા, તોડફોડ અને અરાજકતાને કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. ભારતીય જનતા પાર્ટી લોકશાહી મૂલ્યો, કાયદાના શાસન અને રાષ્ટ્રહિતની રક્ષા માટે હંમેશાં પ્રતિબદ્ધ છે. જનતાએ પણ સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજીને દેશની એકતા, અખંડિતતા અને લોકશાહીની ગરિમા જાળવવામાં સહયોગ આપવો જોઈએ. આ પદયાત્રા દ્વારા લોકશાહીનું સન્માન જાળવવા અને અરાજકતાની રાજનીતિ સામે જનજાગૃતિ લાવવા આગેવાનો દવારા આહવાહન કરવામાં આવ્યું હતું.

આ પદયાત્રામાં કચ્છમાંથી આગેવાનો રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપના પ્રભારી શ્રી ફલજીભાઈ ચૌધરી, કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, , જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી પ્રભાબેન હુણ, ધારાસભ્યો શ્રી કેશુભાઈ પટેલ, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રીમતી માલતીબેન મહેશ્વરી અને શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા ગાંધીધામ મહાનગરપાલિકા ના અધ્યક્ષ દિવ્યાબેન નાથાણી,જિલ્લા ભાજપના મહામંત્રીઓ શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી હિતેશભાઈ ખંડોર અને શ્રી ભીમજીભાઈ જોધાણી, જિલ્લા સંગઠનના આગેવાનો, મહાનગરપાલિકા અને નગરપાલિકાના હોદ્દેદારો, વિવિધ મોરચાના આગેવાનો તેમજ કચ્છના તમામ મંડલોમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો પદયાત્રામાં સહભાગી બન્યા હતા.
કચ્છભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિએ સંગઠનની એકતા અને સક્રિયતાનું પ્રદર્શન કર્યું હતું. આ અંગેની માહિતી કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ શ્રી સાત્વિકદાન ગઢવી અને મીડિયા સહ-ઇન્ચાર્જ શ્રી ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવવામાં આવી છે.