જંગીમાં પવનચક્કીમાંથી 24,000ના વાયરની ચોરી

ભચાઉ તાલુકાના જંગી ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી નિશાચરોએ  રૂા. 24,000ના વાયરની ચોરી કરી હતી.સૂત્રો પરથી મળતી માહિતી ભચાઉના જંગી અને આંબલિયારા ગામની સીમમાં સુઝલોન કંપનીની જુદી-જુદી પવનચક્કીઓ આવેલી છે, જે પૈકી પવનચક્કી માં તસ્કરોએ હાથ માર્યો હતો. આ પવનચક્કીના બંધ દરવાજાનાં તાળાં તોડી નિશાચરોએ  તેમાંથી કોપરના 120 મીટર વાયર કિંમત રૂા. 24,000ની ચોરી કરી હતી. ગત 24-25ની રાત્રે બનેલા આ બનાવ અંગે યોગીરાજસિંહ ભરતસિંહ જાડેજાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.