ચીરઇ નજીક દુર્ભાગ્યપૂર્ણ ટ્રક હડફેટે બે કિશોરનાં મોત
ભચાઉ તાલુકાના નાની ચીરઇ નજીક નંદગામ-વરસાણા પુલિયા પર આગળ જતી બાઇકને ટ્રકએ હડફેટે લેતાં બાઇક પર સવાર ગાંધીધામના કિશોર નાં મોત થયાં હતાં. બે કિશોરનાં મોતના પગલે ભારે ગમગીની પ્રસરી હતી. ગાંધીધામના કાર્ગો બાપા સીતારામ નગરમાં રહેનાર ફરિયાદી તથા તેના મિત્રો આ ચારેય મિત્રો ગઇકાલે રાત્રે મોગલ માનાં મંદિરે કબરાઉ ખાતે દર્શન કરવા નીકળ્યા હતા. ફરિયાદી બાઇક ઉપર હતા. યુવાન આગળ હતા તે રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં નંદગામ પુલિયા પર ચડી રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી ટ્રક એ તેમની બાઇકને હડફેટે લીધી હતી, જેમાં બંને કિશોર રોડ પર ફંગોળાયા હતા. ટ્રકચાલક થોડે દૂર ઘસડી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં બંને કિશોરોને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ પાછળ જ આવી રહેલા બંને મિત્રો ઊભા રહ્યા હતા. આસપાસ એકઠા થયેલા લોકે 108ને ફોન કરતાં ને સ્થળ પર જ મૃત જાહેર કરાયો હતો. જ્યારે સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. દિવાળીના દિવસોએ એકીસાથે બે કિશોરનાં મોતના પગલે સમગ્ર વિસ્તાર તથા પરિવારોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે ભચાઉ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.બીજીબાજુ મેઘપર કુંભારડીની કંપનીમાં ઉપરથી પટકાતાં યુવાન એ જીવ ખોયો હતો. વધુ એક બનાવ મેઘપર કુંભારડીની ગોકુળ એગ્રો કંપનીમાં બન્યો હતો. ગાંધીધામના ખોડિયાર નગરમાં રહેનાર નામનો યુવાન આ કંપનીમાં ઊંચાઇ ઉપર કામ કરી રહ્યો હતો. દરમ્યાન અકસ્માતે તે નીચે પટકાતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે લઇ જવાતાં સારવાર દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. આ બનાવને પગલે કચ્છમાં આવેલી કંપનીઓમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો ફરી સપાટી ઉપર આવ્યો હતો. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.