ખેડોઇની સાત વાડીમાંથી 72 હજારના વાયરની ચોરી

અંજાર તાલુકાના મોટી ખેડોઇ ગામના વાડી વિસ્તારમાં આવેલી સાત વાડીમાંથી તસ્કરોએ રૂા. 71,500ના વાયરની ચોરી કરી હતી. મોટી ખેડોઇમાં રહેતા એ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી વાડીએ જતા બોરથી ઓરડી સુધીનો વાયર ગુમ જણાયો હતો. તેમની વાડીમાંથી રૂા. 12,500ના 125 ફૂટ વાયર ચોરી થઇ હતી, બાદમાં વાડીમાંથી પણ વાયરની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. ગત રાત્રિ દરમ્યાન નિશાચરોએ આ સાત વાડીઓમાંથી રૂા. 71,500ના 715 ફૂટ વાયરની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.