માંડવી તાલુકાના સલાયા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં મારામારીની ઘટના સામે આવી છે.

માંડવીના સલાયામાં બે જૂથ વચ્ચે અથડામણ, ધારીયા, પાઇપ અને પથ્થરોથી હુમલાનો આક્ષેપ,માંડવી તાલુકાના સલાયા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થતાં મારામારીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, બંને જૂથ વચ્ચે થયેલી અથડામણમાં ધારીયા, પાઇપ અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા સિદ્દીક જુસબ ભાયા, મામદ જુસબ ભાયા અને રમજુ જુસબ ભાયા સહિતના લોકોને પ્રથમ માંડવી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં સામા પક્ષે હારુન ભાયા, ઇલિયાસ ભાયા, કાસમ ભાયા, આરિફ ભાયા, ભાયા રજાક, ઇમરાન ભાયા અને ભાયા કુલસુમ હારુન સહિતના લોકો સામે હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઘટનાને પગલે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.હુમલા અંગેના આક્ષેપોની પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.