ખોટાં બિલ બનાવી સરકારી કચેરીમાં રજૂ કરાયાં હતાં

મત્સ્યઉદ્યોગ વિભાગ પાસેથી બોટના રજિસ્ટ્રેશન અને કોલ મેળવવા માટે માછીમારી બોટના બોગસ અને બનાવટી જી.એસ.ટી. બિલો બનાવી સરકારી કચેરીમાં તેનો ખરા તરીકે ઉપયોગ કરવાના બનાવમાં પોલીસે 10 શખ્સોની અટક કરી હતી.સૂત્રો પરથી મળતી માહિતી કંડલાના દરિયાઇ વિસ્તારમાં માછીમારી કરતા સ્થાનિક લોકો દરિયામાં દૂર સુધી જવા માટે બોટનો ઉપયોગ કરે છે. બોટના રજિસ્ટ્રેશન તથા મત્સ્યઉદ્યોગ વિભાગ પાસેથી કોલ મેળવવા માટે કેટલાક શખ્સો દ્વારા બોટોના ખરીદ-વેચાણના બનાવટી જી.એસ.ટી. બિલો તૈયાર કરવામાં આવ્યાં હતાં. આ પ્રકરણની પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ તપાસ કરી કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમ્યાન આ બિલો વરણી કોર્પોરેશન તથા માહેશ્વરી મશીન ટૂલ્સ એજન્સીના નામે બનાવાયાં હોવાનું બહાર આવ્યું હતું, જે અંગે ગુનો દર્જ થયા બાદ પોલીસે આરોપીઓ ની અટક કરી હતી. આ પ્રકરણમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.