માછીમારીની ૦૯ બોટના બનાવટી GST બીલોના કૌભાંડમાં બીલો મેળવીવધુ એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષક શ્રી સાહેબ, સરહદી રેજે ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રીસાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા દરીયાઈ પ્રવૃતિઓ ઉપર ચાપતી નજર રાખવા અને ગેરકાયદેસર માછીમારીને રોકવા અને ગેરકાયદેસરની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા થયેલ સુચના આધારે એસ.ઓ.જી.પો.ઈન્સ.શ્રી એમ.સી.વાળા નાઓના માર્ગદર્શન હેઠળની એસ.ઓ.જી. ટીમે માછીમારી માટે ઉપયોગ કરવામાં આવતી બોટોના બોગસ બીલો આરોપીઓએ વરણી કોર્પોરેશન ભાવનગર તથા માહેશ્વરી મશીન ટુલ્સ એજન્સી ગાંધીધામ પાસેથી બનાવી તે બીલોમાં પોતાની સહીઓ કરી, કોઇપણ જાતનુ જી.એસ.ટી. ન ભરી બોટના રજીસ્ટ્રેશનો કરવા તથા રાજ્ય સરકારશ્રીના મત્સ્ય ઉધોગ વિભાગ પાસેથી કોલ મેળવવા આરોપીઓ દ્વારા રાજ્ય સરકારની કચેરીઓમાં સરકારી કામમા બનાવટી બીલો (દસ્તાવેજ) હોવાનું જાણવા છતા તે દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરેલ કૌભાંણનો પર્દાફાસ કરી કુલ-૧૦ આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ હતા. એસ.ઓ.જી.ની વધુ તપાસ દરમ્યાન માછીમારી બોટોના બોગસ બિલો મેળવી આપનાર સહ આરોપીને મુન્દ્રા ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે.