કચ્છના ખેલાડીઓએ રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ભાગ લઈ મેદાન માર્યું.

કચ્છના ૨૯ ખેલાડીઓએ દેવગઢ બારિયા ખાતે ૪૫મી રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લીધો અને વિવિધ વય શ્રેણીઓમાં મેડલ જીત્યા જયદિપભાઈ બચુભાઈ પરમાર જવાહર નવોદય વિદ્યાલય માં પોરબંદર માં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા જયદિપભાઈ બચુભાઈ પરમાર ૫ હજાર મીટર જલદચાલમાં બીજો ક્રમ, હેમરથો માં પ્રથમ, હિતષકુમાર ગોવિદભાઈ પરમાર ૫ હજાર મીટર જલદચાલમાં ગોલ્ડ મેડલ, ૧૦૦ મીટર દોડમાં બીજો ક્રમ, લોંગ જમ્પ ત્રીજો ક્રમ, જ્યોતિ ગોહેલ ૧૫૦૦ મીટર દોડમાં ત્રીજો, ડિસ્કસ થ્રોમાં ત્રીજો, ૫૦૦૦ મીટર દોડમાં બીજો, નિર્મલા મહેશ્વરી શોટ પુટમાં પ્રથમ, ડિસ્કસ થ્રોમાં પ્રથમ, ભાલા ફેંકમાં બીજો, વિજયા પટેલ શોટ પુટમાં બીજો, ભાલા ફેંકમાં પ્રથમ, ડિસ્કસ થ્રોમાં ત્રીજો, સંવતસિંહ જાડેજા ૫ કિમી દોડમાં બીજો, ૫ હજાર મીટર જલદચાલમાં પહેલો, હેમલ સોલંકી ૪૦૦ મીટર દોડમાં પહેલો, ૨૦૦ મીટર દોડમાં ત્રીજો, પ્રવિણ આલે ૫૦૦૦ મીટર દોડમાં બીજો, ૧૫૦૦ મીટર દોડમાં બીજો, નર્મદાબેન મકવાણા ૮૦૦ મીટર દોડમાં ત્રીજો, રેખાબેન સોલંકી ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર દોડમાં બીજો,૪૦૦ મીટર દોડમાં પહેલો, જુનેદ જુણેજાએ ગોળાફેંકમાં દ્વિતિય, ચક્રફેંકમાં દ્વિતિય
પ્રથમ અને બીજા ક્રમે રહેલા ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં દેવગઢ બારીયા ના રાજ પરિવાર તરફથી મહારાજ કુશાલસિંહ અને રાજમાતા ઉર્વશી દેવી ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી રાજ પરિવારની ઉપસ્થિતિ એ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ઉપરાંત માસ્ટર એથલેટિક્સ એસોસિયેશન ઓફ ગુજરાત પ્રમુખ ફિરોજભાઈ ચીપા, જનરલ સેક્રેટરી બી. એન. પાઠક, સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ જોય વર્ગીસ,ગણેશ જજરીયા સિનિયર જોઈન્ટ સેક્રેટરી એ અભિનંદન પાઠવ્યા હતા.