આદિપુરમાં સગીરાના અપહરણ તથા જાતીય સતામણીના ચર્ચાસ્પ કેસમાં ચુકાદો

ગાંધીધામ, આદિપુર પોલીસ મથક વિસ્તારમાં બનેલા સગીરાના અપહરણ અને જાતીય સતામણીના ચર્ચાસ્પદ કેસમાં અહીંની વિશેષ પોક્સો કોર્ટએ આરોપીને તકસીરવાન ઠેરવી તેને ત્રણ વર્ષની સખત કેદનો ચુકાદો આપ્યો હતો. તેમજ મડતી માહિતી મુજબ આદિપુર પોલીસ મથકે વર્ષ 2024માં આરોપી વિરુદ્ધ ગુનો દર્જ થયા હતો. તેણે ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે વાલીપણામાંથી અપહરણ કર્યું હતું. આ ઉપરાંત આરોપીએઁ ભોગ બનનાર સગીરા સાથે જાતીય સતામણી કરી અડપલાં પણ કર્યાં હતાં, જે અંગે ભોગ બનનારના સંબંધીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.તેમજ પોલીસે આરોપીની અટક કરી તપાસ પૂર્ણ કર્યા બાદ તેના વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ અહીંની વિશેષ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો, જેમાં સરકાર તરફથી મદદનીશ જિલ્લા સરકારી વકીલ હાજર રહીને કેસનું સફળ સંચાલન કરી ધારદાર દલીલો કરી હતી. બંને પક્ષની દલીલો, પુરાવાઓ ધ્યાને લઇને ન્યાયાધીશ આરોપી એવા આઇ.પી.સી.ની કલમ 363 હેઠળ તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂા. 20,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદનો હુકમ કરાયો હતો તથા વસૂલવામાં આવનાર રકમમાંથી રૂા. 10,000 વળતર પેટે ભોગ બનનારને આપવા આદેશ કરાયો હતો.