જિલ્લા આર્યુવેદીક શાખા ને તાલુકા આરોગ્ય કચેરી ભચાઉ ના સંયુક્ત ઉપક્રમે ભચાઉ તાલુકા ના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર જુના કટારીયા ના ચેરાવાંઢ ગામે જિલ્લા આર્યુવેદીક અધિકારી ડો.કમલેશ જોશી ને તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સિંઘ ના માર્ગદર્શન થી તેમજ પ્રા.આ.કેન્દ્ર જુના કટારીયા ના મેડિકલ ઓફિસર ડો.નેહલ મહેતા ના સહયોગ થી આજ રોજ મેલેરિયા સારવાર કેમ્પ રાખવામાં આવેલ. જેમાં ગ્રામ જનો ને આર્યુવેદીક શાખા દ્રારા મેલેરિયા અટકાયતી ઉપચાર તરીકે મેલેરિયા પ્રતિરોધક આર્યુવેદીક દવાઓ અને પ્રતિરોધક ઉકાળો રૂબરૂ ડો.સુનિલ કાચરોલા, આર્યુવેદીક મેડિકલ ઓફિસર મેઘપર ને ડો.ભગવતી કટારી, મેડિકલ ઓફિસર , શિકારપુર દ્રારા ખવડાવવા માં આવેલ.તેમજ પ્રા.આ.કે. ના આરોગ્ય કર્મચારીઓ દ્રારા ઘરો ઘર મુલાકાત લઈ મચ્છર ઉત્પતી સ્થાનો જેવા કે પાણી ના ટાંકા , વાસણો, વગેરે માં એબેટ, ખાડા ,ખાબોચિયા માં બી.ટી.આઈ. નો છંટકાવ ને કાયમી ભરાતા પાણી માં મચ્છર ના પોરા ને ખાતી ગપ્પી ફીસ મુકવામાં આવેલ.જેથી મચ્છર નો ઉપદ્રવ અટકાવી શકાય.તાલુકા હેલ્થ સુપરવાઈઝર દિપકભાઈ દરજી ને પી.એચ.સી.સુપરવાઈઝર ભરત બારીયા દ્રારા ગ્રામજનો ને શિબિર દ્રારા વાહક જન્ય રોગો મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા વગેરે વિશે ને તેના અટકાયતી પગલાઓ જેવા કે મચ્છર ઉત્પન ના થાય તે માટે પાણી ના પાત્રો ની નીયમીત સફાઈ કરવી,ખાડા,ખાબોચિયા માં પાણી એકઠું ના થવા દેવું કે બળેલું ઓઇલ કે કેરોસીન છાટવું, મચ્છરદાની માં સૂવું , તાવ હોય એને દવા નો કોર્ષ પૂરો કરવો વગેરે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ કામગીરીમાં આરોગ્ય કર્મચારીઓ અલતાફ ઝરગેલા, વિવેક આહીર એ સેવાઓ બજાવેલ. ( રિપોર્ટ બાય : અસલમ સોલંકી – ભચાઉ – કરછ )