તાજેતરમાં સરકારી દવાખાના વાંકી દ્વારા કુંદરોળી ની આંગણવાડીમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી . આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.ગિરવર બારીઆ સાહેબ અને પીએચસી મેડીકલ ઓફિસર શ્રી ડૉ. કોમલ દાફડાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો એડો.હેલ્થ .કાઉન્સીલર મહેન્દ્ર વાઘેલા દ્વારા કિશોરીઓ માં ૧૦ થી ૧૯ વર્ષ દરમિયાન તેઓમાં વિવિધ ફેરફારો વિષે માહિતી આપી જેવી કે જીવનના ૧૦ થી ૧૯ વર્ષના ગાળાને “તરુણાવસ્થા” ગણવામાં આવે છે. આ સમયગાળામાં તરુણ હતાશા ન અનુભવે અને શૈક્ષણિક કારકીર્દીમાં આગળ વધે તે ખુબ જરૂરી છે.આ અવસ્થા દરમિયાન તરુણ પાતાની આગવી ઓળખ ઉભી કરવા ઇચ્છતા હોય છે અને તેમ કરવામાં તેઓ ક્યારેક કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે, તરુણોમાં નીચેની સમસ્યાઓ જોવા મળે છે.શારીરિક,માનસિક અને હોર્મોનના ફેરફારની સાથે સ્વભાવની સમસ્યા થાય છે. આ સમય માં તરુણો વધારે સંવેદનશીલ થાય છે. તેલીય ત્વચા અને ખીલ ની સમસ્યા.માં-બાપ નું કહ્યું ન માનવું અને જાતે નિર્ણય લઈ જોખમી કામ કરવાથી સમસ્યા ઉદભવે છે.જલ્દી ગુસ્સે થઇ જાય છે. માસિક ધર્મ માં રાખવાની સ્વચ્છતા રાખવા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારબાર વ્યશનથી દુર રહેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. .અને દરેક કિશોરી નું BMI કરી તેવોને આયર્ન ગોળી ,સેનેટરી પેડ વિતરણ કરી નારતો કરાવવામાં આવ્યો .મ.પ.હેવ.નિલેશભાઈ મકવાણા , ફી.હે.વ. શુશીલા બેન આંગણવાડી કાર્યકર ,આશાબહેન સહભાગી બન્યા હતા.