ભુજ ખાતે સાંસદ સ્વદેશી મેળાનો પ્રારંભ, સ્થાનિક કારીગરો અને વેપારીઓને મળશે પ્રોત્સાહન

31

દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના ‘સ્વદેશી અપનાવીએ, ભારતને આત્મનિર્ભર બનાવીએ’ ના રાષ્ટ્રવ્યાપી
સંદેશને સાકાર કરવાના હેતુથી કચ્છ લોકસભાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા તથા સમાજ નવ ટ્રસ્ટનાં સૌજન્ય થી દિવાળી
તહેવાર ને અનુલક્ષીને સ્વદેશી બનાવટની ઘર સજાવટ ની સામગ્રી, ખાદી તેમજ હેન્ડીક્રાફ્ટ ની ચીજ વસ્તુઓનો પ્રદર્શન સાથે વેચાણ
માટે “સાંસદ સ્વદેશી મેળા” નું આજ રોજ તા.01/11/2026 ના રોજ કતીરા પાર્ટી પ્લોટ, લોહાણા મહાજનવાડી, ભુજ ખાતે
ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
સાંસદ સ્વદેશી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે ભજન જામીંગ કાર્યક્રમ યોજાયો તારીખ 01/11/2026 રવિવારના રોજ ‘સાંસદ
સ્વદેશી મેળા’ ના ઉદ્ઘાટન પ્રસંગે ભજન જામીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકગાયક વિશાલભાઈ ગઢવી
તથા લોકગાયિકા દેવલબેન ગઢવીએ પોતાના સુંદર ગીતો અને ભજનોની પ્રસ્તુતિ દ્વારા ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમના
સુમધુર કંઠે રજૂ થયેલાં ગીતોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને સંગીતમય બની ગયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ સંગીતની સુંદર
પ્રસ્તુતિનો આનંદ માણ્યો હતો.
આ મેળાનું પ્રદર્શન અને વેચાણ તા. 01/11/2026 થી 05/11/2026 દરમિયાન દરરોજ સાંજે 4:00 થી રાત્રે 10:00
વાગ્યા સુધી કતીરા પાર્ટી પ્લોટ, લોહાણા મહાજનવાડી, ભુજ ખાતે યોજાશે.
આ મેળાના માધ્યમથી સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા સાથે સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ તેમજ હસ્તકલા સાથે
સંકળાયેલા લોકોને પોતાની બનાવટની ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે યોગ્ય મંચ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો
છે.
મેળામાં સ્વદેશી બનાવટની ઘર સજાવટની વિવિધ સામગ્રી, ખાદીની ચીજવસ્તુઓ, હેન્ડીક્રાફ્ટ સહિતની આકર્ષક વસ્તુઓનું
પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ પહેલથી સ્થાનિક કારીગરો અને નાના વ્યવસાયકારોને પોતાની કળા અને ઉત્પાદનોને લોકો
સુધી પહોંચાડવાની તક મળશે. સાથે જ નાગરિકોને તહેવારોના અવસરે સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરી સ્થાનિક કારીગરો અને
વેપારીઓને પ્રોત્સાહન આપવાની તક મળશે.
આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રભાબેન હુણ, ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ,
કચ્છ જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી હિતેશભાઈ ખંડોળ, સર્વશ્રી કમલભાઈ ગઢવી, અશોકભાઈ હાથી, મોહનભાઈ ચાવડા, પ્રફુલસિંહ
જાડેજા, પારૂલબેન કારા, બિંદીયાબેન ઠક્કર, રૂપલબેન ચાવડા, રેશ્માબેન ઝવેરી, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, વિકાસભાઈ રાજગોર, જયંતભાઈ
ઠક્કર, રાજેશભાઈ પલણ, હિતેશભાઈ ગોસ્વામી, લક્ષ્મીબેન ખેતાણી, વાલુબેન બડગા, કુલદીપસિંહ ચૌહાણ વગેરે હાજર રહ્યાં હતા.
આ પ્રસંગે સંચાલન રીતેનભાઈ ગોર તેમજ શક્તિસિંહ ઝાલા અને કિશોરભાઈ નટ આયોજન સંભાળ્યું હતું. તથા નગરપાલિકા ના
સદસ્યો, મોટી સંખ્યામાં મહાનુભાવો, સ્થાનિક આગેવાનો, વેપારીઓ, કારીગરો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.