મહિલાની છેડતીના કેસમાં આરોપીઓ બે વર્ષની સજા

અબડાસા તાલુકાના ચિયાસર ગામે રાત્રિના સમયે ઘરમાં ઘૂસી મહિલાની છેડતી કરવા તેમજ તેના સાહેદ પર હુમલો કરી ધમકી આપવાના કેસમાં નલિયા અદાલતે આરોપી ને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.સૂત્રો પરથી મળતી માહિતી આ સાથે અદાલતે ભોગ બનનાર મહિલાને રૂ. 10,000નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે, જ્યારે અન્ય એક આરોપી ને નિર્દોષ છોડી મૂકાયો છે. બનાવની વિગત મુજબ, તા. 18/7/2021ના  રાત્રિના બે વાગ્યે ચિયાસર ગામે ભોગ બનનાર  મહિલા પોતાનાં ઘરની ચાલીમાં ખાટલા પર સૂતાં હતાં, ત્યારે એ ઘરમાં ગેરકાયદે પ્રવેશી ખાટલામાં સૂઈ જઈ ઓઢણી ઉતારી હાથ પકડી છેડતી કરી હતી. બીજા દિવસે મહિલા અને તેમના સાહેદ તેને સમજાવવા જતાં અને એક સગીરે એકસંપ થઈ ગાળો આપી સાહેદ પર લોખંડના પાઈપ તથા પાવડા વડે હુમલો કરી કપાળે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કોઠારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ  હતી. નલિયા કોર્ટમાં આ કેસ ચાલી જતાં ફરિયાદ પક્ષે સાત સાક્ષી અને ચાર દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા, જેના આધારે અદાલતે ને આઈપીસી કલમ 354 હેઠળ તકસીરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદ અને ક્રિ.પ્રો.કોડ કલમ 357(3) તળે રૂ. 10,000નું વળતર ચૂકવવાનો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ ડી. સી. ઠાકોર અને ફરિયાદ પક્ષે એડવોકેટ નરેન્દ્ર જી. જાની હાજર રહ્યા હતા.