ટપ્પર ડેમને ઓવરફલો કરવા સાથે શિણાય-રૂદ્રાણી ડેમને નર્મદા નીરથી ભરાશે ટપ્પર ડેમ ખાતે રાજયમંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને યોજાઇ સમીક્ષા બેઠક

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભુજની મૂલાકાત દરમિયાન નર્મદાનાં વધારાનાં નીર કચ્છ પહોંચાડવા દ્રઢ ઇચ્છાશક્તિ સાથે સંબંધિત વિભાગના અધિકારીઓને કામગીરી શરૂ કરવા આપેલી સૂચનાને પગલે આજે ટપ્પર ડેમ ખાતે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે નર્મદા નિગમના ઉચ્ચ અધિકારી શ્રીનિવાસન, સિંચાઇ વિભાગના અધિક્ષક ઇજનેર કોટવાલ અને પાણી પુરવઠા વિભાગના અધિક્ષક ઇજનેર અશોક વનરા, અંજાર પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર પી.સી.ખિયાણી સહિતના અધિકારીઓ સમીક્ષા બેઠક યોજી ટપ્પર ડેમ તેમજ શિણાય ડેમને નર્મદા નીરથી ભરવા વિવિધ પાસાંઓની ચર્ચા-વિચારણા કરી ત્રણેય વિભાગોને સ્થળપર જ જરૂરી દિશાનિર્દેશો આપ્યાં હતા.બેઠકના અધ્યક્ષસ્થાનેથી સામાજીક, શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન મંત્રી શ્રી વાસણભાઈ આહિરે ટપ્પર ડેમ ખાતે પૂરઝડપે ચાલી રહેલા નવા જેકવેલના કામને કેનાલ દ્વારા ભરવાના કાર્યને ચાલુ રાખવા સાથે ટપ્પર ડેમને ઓવરફલો કરીને આસપાસ આવેલા ગામોનાં કૂવાઓને રીચાર્જીંગનો પણ લાભ મળે તે માટેનાં દિશાનિર્દેશો આપ્યાં હતા. રાજયમંત્રી વાસણભાઈ આહિરે વધુમાં ભુજના રૂદ્રાણી ડેમને નર્મદાના નીરથી ભરવા માટે સિંચાઇ વિભાગના અધિક્ષક ઇજનેર શ્રી કોટવાલને નવા પ્લાન-એસ્ટીમેટ બનાવવા માટે સ્થળપર જ સૂચના આપીને રાજાશાહી વખતના શિણાય ડેમને પણ નર્મદા નીરથી ભરવા માટે સર્વે કરવા સાથે ઝડપથી ખેડૂતો સાથે જમીન સંપાદનના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સંયુકત બેઠક યોજી નિકાલ લાવવા નિર્દેશ આપ્યો હતો. ટપ્પર ડેમથી સાપેડા સુધીની ૨૧ કિલોમીટર વિસ્તારમાં પાઇપલાઇન નાખવાની જમીન સંપાદનને લગતી બાકી કામગીરીને સુચારૂપણે આગળ ધપાવવા માટે ખેડૂતોની જમીન સંપાદન કરવાની કામગીરીમાં આવેલી રૂકાવટોનો ત્વરિત નિકાલ લાવી, ખેડૂતોને પૂરતું જમીન વળતર મળી રહે તે દિશામાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવા પ્રાંત અધિકારી સાથે સંકલન કરી ઝડપી કાર્યવાહી કરવા અધિકારીઓને રાજયમંત્રી વાસણભાઈ આહિરે સ્પષ્ટ સૂચના આપી હતી.લાખાપરની નર્મદા કેનાલ બનવાને કારણે કેનાલ પાસેના પાણી ખેડૂતોના ખેતરોમાં ભરેલા છે જેને ખેતરોમાંથી કેનાલમાં ઢાલવી ખેતરોમંથી પાણી બહાર કાઢવા માટે સ્થાનિક અગ્રણીઓ દ્વારા રજૂઆતને પગલે રાજયમંત્રીશ્રીએ નર્મદા નિગમ ઉચ્ચ અધિકારી શ્રીનિવાસનને મશીનરી સાથેની જરૂરી કાર્યવાહી હાથ ધરવા સ્થળપર જ ઉચ્ચ અધિકારી શ્રીનિવાસનને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.આ બેઠકમાં કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ગોપાલભાઈ માતા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અરજણભાઈ માતા તેમજ યાંત્રિક પેટા વિભાગ નાકાઇ લલિતભાઈ ચૌધરી પાણી પુરવઠા વિભાગના, નાકાઇ અશોક લધર, શ્રી સોલંકી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *