વાણિયાવાડ બજારમાંથી દબાણો હટાવાયાં

ભુજ શહેરમાં દિવાળી પર્વ ટાંકણે જ નગરપાલિકા પ્રશાસને ટ્રાફિકથી ધમધમતા વાણિયાવાડ બજાર વિસ્તારમાં દબાણો હટાવી રસ્તાને અવરોધમુક્ત બનાવ્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી નગરપાલિકાની ટીમે વાણિયાવાડ સ્કૂલ પાસે ટ્રાફિકને નડતરરૂપ શાકભાજીની લારી-રેંકડીનાં દબાણોને હટાવ્યાં હતાં. નગરપાલિકાની દબાણ શાખાની ટીમે ત્રણ લારી, 1 વજનકાંટો, 3 ડિજિટલ કાંટા, છત્રી, ટેબલ સહિતનાં દબાણોને હટાવ્યાં હતાં. જાગૃત નાગરિકોમાં થતા ગણગણાટ અનુસાર દિવાળી પર્વ નિતિત્તે સુગમતા હેતુ આ દબાણો હટાવાયાં છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું જરૂરી બની ગયું છે. આ કામગીરીમાં એ-ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. શ્રી નકુમ સાથે દબાણ શાખાના જયદીપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જોડાયો હતો.