ત્રકુંબાવાંઢમાં વૃદ્ધ ઉપર બે ઈસમોએ ધોકાથી હુમલો

રાખતા કિડિયાનગર ત્રકુંકાવાંઢમાં એક વૃદ્ધ ઉપર ધોકા વડે હુમલો કરનારા બે શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. કિડિયાનગર ખડીવાસમાં રહેનાર ફરિયાદી વૃદ્ધ ગત તા. 26/10ના સાંજે ત્રંકુબા કાંઠાની જગ્યાએ સેવા પૂજા કરીને ત્યાં ખાટલા પર હાજર હતા ત્યારે બાઈક ઉપર આરોપી ત્યાં આવ્યા હતા અને મારી માંને કેમ ગાળો આપો છો તે કહી આ વૃદ્ધ પર ધોકા વડે હુમલો કરી બાદમાં નાસી ગયા હતા.સૂત્રો પરથી મળતી માહિતી ફરિયાદી વૃદ્ધ કણસતા ખાટલા પર જઈ સુઈ રહ્યા હતા. તેમની પાસે ફોન ન હોવાથી કોઈને કર્યો ન હતો. બીજા દિવસે તેમની ભત્રીજી ત્યાં આવતા અ વુદ્ધ ખાટલામાં પડયા નજરે પડયા હતા. તેમને વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમને અસ્થિભંગ સહિતની ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.