પ્રાગપરમાં કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ અંગે ફરિયાદ
રાપર તાલુકાના પ્રાગપરમાં એક કિશોરીનું અપહરણ કરી શખ્સે દુષ્કર્મ ગુજારતા તેની સામે પોલીસ મથકે ફરિયદ નોંધાઇ હતી.સૂત્રો પરથી મળતી માહિતી પ્રાગપરમાં ગત તા. 1-11નાં મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. જે અંગે ગઇકાલે રાત્રે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જોધરાઇ વાંઢના શખ્સે એક કિશોરીનું અપહરણ કરીને લઇ ગયો હતો. જ્યાં તેણે આ કિશોરીની મરજી વિરૂદ્ધ તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો. પોલીસે બનાવ અંગે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.