ભુજની જ્વેલર્સ પેઢીના ચકચારી કેસમાં ડિસ્ચાર્જ અરજી નામંજૂર
ભુજ શહેરની સોના-ચાંદીના વેપારની જાણીતી પેઢી કે. જે. જ્વેલર્સના ભાગીદાર ભાઇઓ વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી ચાલતા 13.5 કરોડના સોના-ચાંદીના ચોરીના ભારે ચકચારી કેસમાં મુખ્ય આરોપી ની ડિસ્ચાર્જની અરજી અદાલતે નામંજૂર કરી છે.સૂત્રો પરથી મળતી માહિતી વર્ષ 2023માં દ્વારા બી-ડિવિઝન પોલીસ મથકે તેમના ભાઇ અને ભત્રીજો સામે રૂા. 13.50 કરોડના સોના-ચાંદીના દાગીના તથા રોકડાની ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. આ ચકચારી કેસમાં બંને આરોપીની ધરપકડ થઇ હતી અને હાઇકોર્ટ દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે મુખ્ય આરોપી દ્વારા તેમને ડિસ્ચાર્જ કરવા કોર્ટ સમક્ષ માંગ કરી હતી. પ્રોસિક્યુશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ મૂળ ફરિયાદી દ્વારા વિગતવાર વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા. અગાઉ આ જ કેસમાં આરોપીના પુત્ર દ્વારા પણ ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી હતી. આ બાદ હાઇકોર્ટમાં પણ અરજી કરાતાં ગ્રાહ્ય રહી ન હતી. આરોપી ની ડિસ્ચાર્જ અરજી કામે ત્રીજા અધીક ચીફ જ્યુ. મેજિ. દ્વારા તમામ પક્ષકારોને સાંભળી રેકર્ડ પર રજૂ થયેલા ચાર્જશીટ આધારો, એફએસએલ પરીક્ષણ અહેવાલ, વોઇસ ટેસ્ટના એફએસએલના પરિણામો સહિતના પરિબળોને ધ્યાને લઇ ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી હતી. પ્રોસિક્યુશન તરીકે અધીક સરકારી વકીલે દલીલો કરી હતી અને મૂળ ફરિયાદી તરફે વરિષ્ઠ ધારાશાત્રી ડી. વી. ગઢવી, વાય. વી. વોરા, એ. એન. મહેતા, એચ. કે. ગઢવી, એસ. એસ. ગઢવી હાજર રહી વાંધા ફાઇલ કર્યા હતા.