ખાવડા રોડ પર BSFની જીપ બાઇકને ટક્કર મારી પલટી ગઇ, 5ને ઇજાઓ

ભુજ ખાવડા રોડ પર હનુમાનનગર જય બાબેરા ફાર્મ વચ્ચે પુરપાટ આવતી ગાંધીધામ બીએસએફના કર્મચારીઓની જીપ સામે અચાનક મોટર સાયકલ આવી જતાં પાછળથી અથડાઇ પડી હતી. જેને કારણે જીપ પલ્ટી મારી ગઇ હતી. અકસ્માતમાં બન્ને વાહનોમાં સવાર પાંચ જણાઓને વતી ઓછી ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે અકસ્માતનો બનાવ ગુરૂવારે સવારે પોણા નવ વાગ્યાના અરસામાં બન્યો હતો. ભુજ તાલુકાના બેરાયા ગામે રહેતા કરશનજી મેરામણજી જાડેજા (ઉ.વ.35) પોતાની મોટર સાયકલ લઇને ખેતરેથી પરત આવતા હતા ત્યારે બાબેરા ફાર્મ નજીકના રોડ પર ખાવડા તરફથી પુરપાટ આવતી ગાંધીધામ બીએસએફના જવાનોની જીપ મોટર સાયકલ સાથે પાછળથી અથડાઇને પલ્ટી મારી ગઇ હતી.જેને કારણે બાઇક ચાલક કરશનજી જાડેજા તેમજ જીપ સવાર મુકેશકુમાર સીંગ (ઉ.વ.53), સુમનરાય સુધીર રજન રોય (ઉ.વ.52), તપસ બચ્ચન દેવજી બરમત (ઉ.વ.27) ત્રણેય ગાંધીધામ બીએસએફ કેમ્પ, તેમજ રવિન્દ્ર યુ. કુન્તામુલુ કોડુવલ (ઉ.વ.57) બીએસએફ ભુજ ક્વાર્ટર્સ સહિતન પાંચ જણાઓને માથા તથા પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવાયા હતા. બી ડિવિઝન પોલીસે નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *