છેલ્લા 19 વર્ષ થી રાયોટિંગના ગુનામા નાસતો ફરતો આરોપી સિમી નામની પ્રતિબન્ધિત સંસ્થા ના તત્કાલીન ઓલ ઈન્ડીયા પ્રેસીડેન્ટ ને ઉત્તર પ્રદેશ થી પકડી પાડતી બી ડિવિઝન પોલીસ
ગુજરાત પોલીસના ભુજની એ ડિવિઝન પોલીસના જણાવ્યા મુજબ વર્ષ 2001માં ડૉ.શાહિદ બદ્ર વિરુદ્ધ કચ્છ જિલ્લામાં કલમ આઈ.પી.સી.ની 353 અને 143 હેઠળ ગુનો નોંધાયો હતો. આ મામલે વર્ષ 2012માં શાહિદ વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ બહાર પડ્યું હતું. કચ્છ પોલીસ શાહિદની ધરપકડ કરવા માટે તલાશ કરી રહી હતી.દરમિયાન તેની બાતમી મળતાં ભુજ તથા એમ.જે. જલુ પોલીસ ઇન્સપેક્ટર બી. ડિવિઝન પો. સ્ટે. નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર વાય.પી, જાડેજા તથા સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓ ને પકડવા ઉત્તર પ્રદેશ રાજ્યના આઝમગઢ જિલ્લા મા કાર્યરત હતા તે દરમિયાન ભુજ શહેર એ. ડિવિઝન પોસ્ટે ફસ્ટ ગુ.ર.નં 68/2001 આઈ.પી.સી. કલમ 353, 143, 147 વિગેરે મુજબના ગુના કામેના છેલ્લા 19 વર્ષ થી નાસતો ફરતો આરોપી મૌલાના ડો. શાહિદ બાદસલાઈ બદ્રઆલમ ઉ.વ. 50, રહે. આઝમગઢ ઉત્તર પ્રદેશ તથા સિમી નામની પ્રતિબન્ધિત સંસ્થાના તત્કાલીન પ્રેસિડેન્ટ વાળા ને ઝડપી લઈ મજકૂર વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાઆવેલ છે. સદર આરોપી વિરૂદ્ધ આઝમગઢ, બહરાઈચ, ગોરખપુર, દિલ્લી વિ. અલગ-અલગ રાજ્યો ના અલગ-અલગ જિલ્લાઓ મા ફુલ 8 ગુનાઓ દાખલ થયેલ છે આ કામગીરીમા પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી વાય.પી. જાડેજા તથા સ્ટાફના પો. કોન્સ હિતેશ ભાઈ એ. વાઢેલ તથા પો. કોન્સ રાજેન્દ્ર સિંહ એ. રાઠોડ તથા પો. કોન્સ ભગીરથ સિહ એ. જાડેજા નાઓ જોડાયેલ હતા.શાહિદ આઝમગઢના દરબકા કરબલા મેદાન પાસે દવાખાનું ધરાવે છે. શાહિદ ગુરૂવારે સાંજે દવાખાનું વધાવી રહ્યો હતો ત્યારે આઠ વાગ્યાના સુમારે ગુજરાત પોલીસે તેને વોરન્ટ દ્વારા દબોચી લીધો હતો.