નાની ખાખરની કંપનીમાં વિરોધ દરમ્યાન ટોળાંનો પથ્થરથી ધસારો
ગઇકાલે માંડવીના નાની ખાખરમાં ગ્રેવિટા કંપની સામે ઉગ્ર વિરોધ દરમ્યાન થયેલા ઘર્ષણમાં ક્રેન મશીન તથા કાર પર પથ્થર ફેંકી કાચ તોડી નુકસાન કરવા તથા ફરિયાદીને માર મારી ઇજા પહોંચાડવા સબબ 12 નામજોગ તથા અન્ય 15થી 20 જેટલા શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે.સૂત્રો પરથી મળતી માહિતી આ અંગે કોડાય પોલીસ મથકે ક્રેન મશીન સર્વિસના વ્યવસાયી નાની ખાખરના એ નોંધાવેલી ફરિયાદ મુજબ ગ્રેવિટા કંપનીમાં ફાઉન્ડેશનના કામમાં તેમના ક્રેન મશીન લાગેલાં છે. તા. 1/11ના બપોરે ટોળાંએ તેમના ઉપર હુમલો કરી અને ક્રેન મશીન તથા કાર ઉપર પથ્થર ફેંકી મશીનમાં આશરે 50,000 રૂપિયાનું નુકસાન કરી તેમજ તેમના ઉપર લોખંડના એન્ગલથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીએ આરોપીઓ તથા કંપનીમાં ગેરકાયદે પ્રવેશ કરવા આગેવાની લેનાર આગેવાનો અન્ય 15થી 20 જેટલી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.