ચેક પરત કેસમાં દહીંસરાના શખ્સને એક વર્ષની કેદની સજા

ચેક પરત કરવાના કેસમાં દહીંસરાના આરોપી ને અદાલતે તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.સૂત્રો પરથી મળતી માહિતી ફરિયાદી પાસેથી ધંધાર્થે આરોપી એ હાથ ઉછીના રૂા. ત્રણ લાખ લીધા હતા. જે ચૂકવવા આપેલો ચેક પરત ફરતાં ફરિયાદીએ કેસ દાખલ કર્યો હતો. ભુજના અધિક ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ રૂા. ત્રણ લાખ અને વાર્ષિક વ્યાજ નવ ટકા સહિત કુલ્લે રૂા. 3,54,000 ફરિયાદીને વળતર ચૂકવવો અને જો રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ ત્રણ માસની કેદનો હુકમ ફરમાવ્યો છે. ફરિયાદીના વકીલ તરીકે અમિત એ. ઠક્કર, પ્રશાંત બી. મકવાણા, રાજેશ ભાનુશાળી હાજર રહ્યા હતા.