ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન (MD) ના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.ગાંધીધામ

માન.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ,સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ દ્વારા જીલ્લામાં “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના ડેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે પો.ઇન્સ. શ્રી એમ.સી.વાળા એસ.ઓ.જી.ગાંધીધામ નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમને ખાનગી રાહે બાતમી હડીકત મળેલ ડે, કિશનકુમાર બીજલરામ નામના ઇસમના પોતાના કબજાની બ્લ્યુ કલરની બલેનો કાર જે સ્કાય વન સોસાયટીની બાજુમા, શીવધારા સોસાયટી નજીક રોડ ઉપર ઉભેલ હોય જેમાં ગે.ડા. માદક પદાર્થનો જથ્થો વેંચાણ ક૨વા રાખેલ હોય જે મળેલ બાતમી આધારે તાત્કાલીક જણાવેલ સરનામે તપાસ કરતા વર્ણન વાળી કાર મળી આવતા તેને કોર્ડન કરી તપાસ કરતા કા૨માં એક ઇસમ હાજર મળી આવેલ અને તેમના કબજા ભોગવટામાંથી ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન (MD) વજન ૨૬ ગ્રામ કિ.રૂા. ૭૮,૦૦૦/- ના મુદ્દામાલ મળી આવેલ હોય. જેથી તેઓના વિરૂધ્ધ એન.ડી.પી.એ એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે.