“માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારના નાના વરનોરા ગામમાંથી ગૌવંશનુ કતલખાનુ પકડી

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જીલ્લામાં પશુઓની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ઇસમો તથા ગેરકાદેસર ચાલતા ગૌવંશ કતલખાનાઓ તેમજ ગૌવંશના માંસના વેચાણની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. નિલેશભાઈ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવિનકુમાર જોષી, પ્રવિન્દ્રસિંહ ચૌધરી, રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, શકિતસિંહ ગઢવી, જીવરાજભાઈ ગઢવી, શ્યામ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવી તથા મહીલા પો.હેડ કોન્સ. રાજીબેન મકવાણાનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જીવરાજભાઈ ગઢવીનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, નાના વરનોરા ગામના ઈબ્રાહીમ ઈશા અબડા તથા ખાલીદ ઈશા અબડા તથા ઓસમાણગની ઉર્ફે કારો ઈસ્માઈલ મમણ રહે.તમામ નાના વરનોરા તા.ભુજ વાળાઓ ભેગા મળી ઈબ્રાહિમ ઈશા અબડાના રહેણાંકમાં ગેરકાયદેસર રીતે ગાય(ગૌવંશ)નુ કતલ કરે છે અને તેની આ પ્રવૃતી હાલે ચાલુમાં છે.જે હકીકત આધારે તપાસ કરતા બાતમી હકીકત મુજબના રહેણાક મકાને જોતા કોઈ ઈસમ હાજર મળી આવેલ નહી અને એક રૂમમાં તપાસ કરતા એક ગૌ-વંશ પટમા કતલ કરેલી હાલતમાં માંસના ટુકડા કંતાન પર પડેલ જોવામાં આવેલ તેમજ આંગણામાં ગૌ-વંશના અવશેષો પડેલ જોવામા આવેલ. જેથી સદર ગૌવંશના માંસ બાબતે વેટરનરી ડોકટરશ્રીનો સ્થાનિકે આવવા સંપર્ક કરેલ અને વેટરનરી ડોકટરશ્રી પલક વૈધ સાહેબ સ્થાનિકે આવી તપાસણી કરી આ ગાય(ગૌવંશ)નુ માંસ હોવાનુ જણાવેલ. જેથી મજકુર હાજર નહી મળી આવેલ આરોપીઓ ઉપર માધાપર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૭૦૩/૨૦૨૬ બી.એન.એસ.-૨૦૨૩ ની કલમ- ૨૯૯, ૩૨૫, ૫૪ તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ- ૫(૧), ૮(૨)(૪), ૧૦ તથા પશુ પ્રત્યે ધાતકીપણું અટકાવવાની કલમ-૧૧(૧)(એલ) મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.