“પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ કરતાં ઇસમની અસમાજિક પ્રવૃત્તિ અટકાવવા પાસા હેઠળ અટકાયત કરી

image

શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જિલ્લા કલેક્ટર સાહેબના સહયોગથી જિલ્લામાં જાહેર જનતામાં પોતાની ગેરકાયદેસર અસામાજીક પ્રવૃતિ ફેલાવતા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા સુચના કરેલ જે સુચના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેચાણ કરતાં ઇસમ નવુભા ખેતુભા જાડેજા ઉ.વ.૪૧ રહે-નાની ખોભડી તા.નખત્રાણા વાળા વિરૂધ્ધમાં દાખલ થયેલ ગુના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.મકવાણા સાહેબનાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત આરોપી વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પાસા હેઠળ અટકાયત કરી મજકુર ઇસમ નવુભા ખેતુભા જાડેજાને મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવા હુકમ કરેલ હોઇ. જે આધારે પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ ભુજનાઓએ અટકાયતીને શોધી કાઢવા કરેલ સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના સ્ટાફ દ્વારા અટકાયતીને શોધી પકડી લાવી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવા સારૂ તજવીજ કરેલ છે.