“પશ્ચિમ કચ્છ પોલીસની વર્ષ ૨૦૨૬ ની ઐતિહાસિક અને અસરકારક કામગીરી – ડ્રગ્સ, દબાણો

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓના સચોટ માર્ગદર્શન અને કડક સૂચનાઓ હેઠળ, પશ્ચિમ કચ્છ પોલીસે વર્ષ ૨૦૨૬ માં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ રાષ્ટ્રીય સુરક્ષાની દિશામાં ઐતિહાસિક અને અદભૂત કામગીરી કરી છે. ઉચ્ચ અધિકારીઓના સતત મોનિટરિંગ અને ગુનાખોરી સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવાના પરિણામે ડ્રગ્સ માફિયાઓ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક, ભૂમાફિયાઓ સામે ‘મેગા ડિમોલિશન ડ્રાઈવ, સરહદી સુરક્ષા માટે ‘ઓપરેશન ક્લીન બોર્ડર તેમજ સાયબર ફ્રોડ અને વ્યાજખોરો સામે આક્રમક મેગા ક્રેકડાઉન કરાયું હતું. આ અસરકારક અને પરિણામલક્ષી કામગીરીથી ગુનાહિત તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને પશ્ચિમ કચ્છ જિલ્લામાં સામાન્ય જનતાનો પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ય (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સહિતની વિવિધ બ્રાન્ય દ્વારા જાન્યુઆરી થી ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન કરવામાં આવેલ આ સર્વગ્રાહી કામગીરીની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે.

“સસ્તું સોનું” અને રાતોરાત અમીર બનવાની લાલચ આપતા ભેજાબાજો પર પશ્ચિમ કચ્છ LCB

નો પ્રહાર

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર ‘રાતોરાત કરોડપતિ’ બનવાની કે ‘સસ્તા સોના’ની લાલચ આપી ભોળા નાગરિકોને ખંખેરતી ગેંગ્સ મોટા પાયે સક્રિય થઈ છે. પરંતુ પશ્ચિમ કચ્છ પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આવા સાયબર માફિયાઓ અને ઠગબાજોની ઊંઘ હરાવી દીધી છે. કરોડો રૂપિયાની રોકડ રિકવરી, સાચા સોનાના બિસ્કિટની જપ્તી અને ગુમ થયેલા સેંકડો મોબાઈલ પરત અપાવીને પોલીસે માત્ર ગુનેગારોને જેલના સળિયા પાછળ જ નથી ધકેલ્યા, પરંતુ છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોના પરસેવાની કમાણી પાછી અપાવી તેમના ચહેરા પર સ્મિત પણ પાછું લાવ્યું છે અને પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્ર સાર્થક કર્યું છે.

પશ્ચિમ કચ્છ પોલીસે સોશિયલ મીડિયામાં “એકના પાંચ લાખ” અને “સસ્તું સોનું”

આપવાની લોભામણી જાહેરાતોથી લોકોને છેતરતી સંગઠિત ગેંગની માયાજાળનો પર્દાફાશ કરી રરજેટલા ગુના નોંધી ૫૮ રીઢા આરોપીઓને દબોચી લીધા છે. આ કાર્યવાહી દરમિયાન ઠગબાજોના મનસૂબાઓ પર પાણી ફેરવી રૂ. ૧.૫ કરોડની કિંમતના ૧૦ અસલ સોનાના બિસ્કિટ અને રૂ.૧,૧૨,૩૪,૩૦૦/- ની માતબર રોકડ રકમ જપ્ત કરી ગુનેગારોની આર્થિક કમર તોડી નાખવામાં આવી છે. આ ઉપરાંત, છેતરપિંડીની અન્ય ૧૦ અરજીઓનો સચોટ અને ઝડપી નિકાલ કરી પોલીસે ભોગ બનનાર નાગરિકોને તેમના હકના રૂ.૧,૫૪,૦૨,૪૪૦/- (દોઢ કરોડથી વધુ રકમ) પરત અપાવી પીડિતો માટે આશાનું કિરણ બની પોલીસ પ્રત્યેનો વિશ્વાસ સાર્થક કર્યો છે. સાયબર ક્રાઈમના મૂળ પર ઘા કરવા માટે ચલાવાયેલી ‘મ્યુલ હન્ટ 2.0’ ઝુંબેશ હેઠળ સાયબર ફ્રોડમાં કાળા નાણાંની લેવડદેવડ માટે પોતાના બેન્ક એકાઉન્ટ ભાડે આપનારા ૧૪ જેટલા ઈસમો સામે ૮ ગુના નોંધી સાયબર ફ્રોડની ચેઈન તોડી પાડવામાં આવી છે. સાથે જ, ટેકનોલોજીનો સચોટ ઉપયોગ કરીને CEIR પોર્ટલના માધ્યમથી લોકોના ચોરાયેલા કે ગુમ થયેલા રૂ. ૧.૦૯ કરોડ (૧,૦૯,૭૦,૫૦૦) ની કિંમતના ૪૯૦ જેટલા મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને સહીસલામત પરત સોંપવામાં આવ્યા છે.

વ્યાજખોરો, ગૌ-હત્યારા અને ગેરકાયદે તત્વો પર કડક કાર્યવાહી

પશ્ચિમ કચ્છ પોલીસે વ્યાજખોરો અને ગેરકાયદે પ્રવૃત્તિઓ આચરતા તત્વો પર લાલ આંખ કરી છે. કોઠારામાં વ્યાજખોરી અને છેતરપિંડીના એક મોટા કેસમાં પોલીસે ર આરોપીઓને ઝડપી પાડી તેમના છુપા ઠેકાણેથી રૂ. ૧.૨૪ કરોડ (૧,૨૪,૫૩,૪૦૦) ની રોકડ અને રૂ. ૧.૫૬ કરોડ (૧,૫૬,૦૫,૧૯૦) ની કિંમતના સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા છે. આ માફિયાઓ પાસેથી ૭૪ ચેકબુક, ૭૭ સહી કરેલા ચેક, ૭૨ પાસબુક, મિલકતના દસ્તાવેજો અને વાહનોની આરસી બુક પણ કબ્જે લેવાઈ છે. આ ઉપરાંત, સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર નાણાં ધીરધારના દૂષણને ડામવા પોલીસે આક્રમક

વલણ અપનાવી ૨૮ ઈસમો વિરુદ્ધ ૧૧ ગુના દાખલ કર્યા છે. આ ઝુંબેશ અંતર્ગત અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ પર પણ સકંજો કસવામાં આવ્યો છે; જેમાં ગૌ-વંશની હત્યા કરનાર તત્વો વિરુદ્ધ ૯ ગુના નોંધી ૨૯ આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરી છે, જ્યારે ફિશરીઝ એક્ટના ભંગ સબબ કુલ ૪૬ કેસ નોંધી કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પશ્ચિમ કચ્છ પોલીસે વર્ષ ૨૦૨૬માં ગુનાખોરી સામે જે અભેદ્ય દીવાલ ઊભી કરી છે, તે સમગ્ર રાજ્ય માટે એક ઉત્તમ ઉદાહરણ બની છે. રાષ્ટ્રની સુરક્ષા હોય, નાગરિકોની પરસેવાની કમાણી બચાવવાની હોય કે પછી સમાજને બરબાદ કરતા નશા અને વ્યાજખોરી જેવા દૂષણોને ડામવાના હોય – દરેક મોરચે પશ્ચિમ કચ્છ પોલીસે રાત-દિવસ જોયા વિના ખડેપગે ફરજ નિભાવી છે. પોલીસની આ સઘન અને પરિણામલક્ષી કામગીરીએ માત્ર અસામાજિક તત્વો અને ગુનેગારોમાં જ કાયદાનો ડર નથી ઊભો કર્યો, પરંતુ “પોલીસ પ્રજાનો મિત્ર છે અને સુરક્ષાનો સાચો પ્રહરી છે” તે ભાવનાને પણ સાચાઅર્થમાં ચરિતાર્થ કરી છે. આ અતૂટ નિષ્ઠા અને રાષ્ટ્રપ્રેમને કારણે આજે કચ્છના સરહદી વિસ્તારનો સામાન્ય નાગરિક સંપૂર્ણ શાંતિ અને સુરક્ષાનો અહેસાસ કરી રહ્યો છે.

ડ્રગ્સના સોદાગરો પર પશ્ચિમ કચ્છ પોલીસની ‘સર્જિકલ સ્ટ્રાઈક’: રૂ. ૧૧૫૦ કરોડના કોકેઈન

સહિત આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પર્દાફાશ

પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસે નશાના કાળા કારોબારને જડમૂળથી નેસ્તનાબૂદ કરવા SOG અને ATS સાથે મળીને ડ્રગ્સ માફિયાઓ પર ઐતિહાસિક સકંજો કસ્યો છે. NDPS એક્ટ હેઠળ આક્રમક ઝુંબેશ ચલાવીને પોલીસે ૭૦ ગુનાઓ દાખલ કર્યા છે અને ૭૭ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ મેગા ઓપરેશનમાં રૂ. ૧૦૨.૨૪ કરોડથી વધુની કિંમતનો ૩૯૫.૭૪૦ કિલો માદક પદાર્થ (ગાંજો, ચરસ, એમ.ડી, હેરોઈન, કોકેઈન) જપ્ત કરાયો છે. પોલીસે માત્ર ધરપકડ પૂરતી કાર્યવાહી સીમિત ન રાખતા, ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા ૩ માથાભારે આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર વહીવટી તંત્ર સાથે મળીને બુલડોઝર ફેરવી દીધું છે.

બીજી તરફ, દરિયાઈ વિસ્તારોમાં અન્ય એજન્સીઓ સાથેના સઘન સર્ચ ઓપરેશનમાં રૂ. ૫.૬૩ કરોડની કિંમતના ૨૪૭.૪૮૯ કિલો બિનવારસી ડ્રગ્સના ૨૨૮ પેકેટ પણ શોધી કાઢવામાં આવ્યા છે. પોલીસની સૌથી મોટી અને ઐતિહાસિક સફળતા ATS અમદાવાદ સાથેના સંયુક્ત ઓપરેશનમાં રહી છે, જેમાં રૂ. ૧૧૫૦ કરોડની કિંમતનું ૧૧૮.૯૭૭ કિલો હાઈ-પ્રોફાઈલ કોકેઈન ઝડપી લેવાયું છે. આ સાથે જ નાઈજીરીયન, ટાન્ઝાનિયન અને યુગાન્ડાના નાગરિકોને ઝડપી પાડીને પશ્ચિમ કચ્છ પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટની કમર તોડી નાખી ગુજરાતના યુવાનોને બરબાદ થતા બચાવ્યા છે.

૧૦ મહિનામાં ૨૯૪ કરોડની જમીન પરથી ૧,૮૬૪ દબાણોનો સફાયો!

ગેરકાયદેસર દબાણો અને ભૂમાફિયાઓ સામે પશ્ચિમ કચ્છ પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક ‘મેગા ડિમોલિશન ડ્રાઈવ’ પાર પાડી છે. તા. ૦૧/૦૧/૨૦૨૬ થી ૩૧/૧૦/૨૦૨૬ સુધીના માત્ર ૧૦ મહિનાના ટૂંકા ગાળામાં જ પોલીસે કડક કાર્યવાહી કરીને જિલ્લામાંથી કુલ ૧,૮૬૪ ગેરકાયદેસર દબાણોનો સફાયો બોલાવી દીધો છે. પોલીસે ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવીને ૧૦૨૦ કોમર્શિયલ દબાણો, ૪૮ અસામાજિક તત્વોના અડ્ડાઓ, ૩૮ ધાર્મિક અને ૭૫૮ અન્ય દબાણોને ભોંયભેગા કર્યા છે. પોલીસની આ આક્રમક ઝુંબેશ અંતર્ગત કુલ ૧,૩૦,૪૨,૬૧૬ ચોરસ મીટર જેટલી વિશાળ સરકારી જમીનને દબાણમુક્ત કરાવાઈ છે, જેની અંદાજિત કિંમત રૂ. ૨૯૪.૭૧ કરોડ (રૂ.૨,૯૪,૭૧,૫૯,૭૬૪/-) થવા જાય છે. પશ્ચિમ કચ્છ પોલીસની આ ઐતિહાસિક કામગીરીથી સરકારી મિલકતો સુરક્ષિત બની છે અને ગેરકાયદેસર બાંધકામ કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.