આડેસર પોલીસ ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ભા૨તીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી આડેસર પોલીસ

મહે પોલીસ મહા નિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા મહે પોલીસ અધિક્ષક
શ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક .શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુત કરવા સુચના આપેલ હોઈ જે અનુસંઘાને આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર બી.વી.બોરીસાગરનાઓના માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ સ્ટાફના માણસો આડેસર પોલીસ ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ ક૨તા હતા તે દ૨મ્યાન સાંતલપુર તરફથી બોલેરો પીકઅપ જીપ વાહન નં-GJ.36.T.5134 વાળી માંથી ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડના ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.