કચ્છ ભુજ હાટ ખાતે 179 વણકર કારીગરોને GI Authorised પ્રમાણપત્રોનું વિતરણ

ભુજ: NHDC દ્વારા ભુજ હાટ ખાતે કચ્છના વણકર કારીગરો માટે GI Authorised પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ 179 વણકર ભાઈઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમ અમદાવાદ NHDC ઓફિસના વડા ઈસ્લામ સાહેબના વરદ હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ક્રિષ્ના કુમાર સાહેબ, KWA પ્રમુખ અમૃતલાલ વણકર, પૂર્વ પ્રમુખ પરબતભાઈ વણકર, મેઘજીભાઈ વણકર, માકપટ વણકર વિકાસ સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ સહિત મોટી સંખ્યામાં વણકર ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
GI ટેગથી કચ્છની અસલ હાથવણાટની શાલને ઓળખ મળશે અને ડુપ્લીકેટ મશીનવાળી શાલથી થતી છેતરપિંડી અટકશે. પ્રવાસીઓએ GI ટેગ વાળી શાલ લેવાનો જ આગ્રહ રાખવો જોઈએ.
કારીગરોને પણ પોતાની શાલ-સ્ટોલ ઉપર GI Authorised ટેગ લગાડવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ નું સંચાલન અરજણભાઇ વણકર, અને ગોવિંદભાઇ વણકર એ કર્યું હતું