માંડવીના મેઈન બજારમાં દિવાળીની ખરીદી વચ્ચે પતિએ જ પત્નીનો જીવ લીધો

માંડવીના મુખ્ય બજારમાં સાંજે પોણા સાત વાગ્યાની આસપાસ સૌને હચમચાવી નાખતી ઘટના બની હતી.

સલાયાની 43 વર્ષની મહિલા પોતાની બહેનપણી સાથે દિવાળીની ખરીદી માટે આવી હતી, ત્યારે ફૂલવાડી પાસે તેના પતિએ અચાનક આવીને છરી વડે હુમલો કર્યો હતો. પેટ અને છાતીના ભાગે ગંભીર ઈજા થતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

સ્થાનિક લોકોએ તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ બંનેએ મંદિરમાં પ્રેમલગ્ન કર્યા હતા. ઘટના બાદ આરોપી પતિ જાતે જ છરી સાથે પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.