દીપોત્સવ અને નૂતન વર્ષની શુભકામનાઓ સાથે કચ્છનાસાંસદશ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર(રોહા), ખાતે સ્નેહમિલન અને લોકડાયરાનું આયોજન

કચ્છ લોકસભાની ઉત્સવપ્રિય જનતાને દીપોત્સવ તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવતા કચ્છ-
મોરબી લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા પોતાના માદરે વતન સુખપર (રોહા) ખાતે
ભાઈબીજના પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય સ્નેહમિલન, લોકડાયરો તથા ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું
છે.
આ કાર્યક્રમનું આયોજન તારીખ: 11 નવેમ્બર, 2026 (બુધવાર – ભાઈબીજ)ના રોજ શ્રી રામદેવજી
મહારાજના મંદિર, સુખપર (રોહા), તા. નખત્રાણા ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યોજાનાર લોકડાયરામાં
જાણીતા લોકગાયિકા શ્રીમતી દિવાળીબેન આહીર, લોકપ્રિય લોકસાહિત્યકાર રાજભા ગઢવી તથા રમેશભાઈ જોષી
પોતાની આગવી શૈલીમાં લોકસંગીત અને લોકસાહિત્યની રમઝટ બોલાવશે.
કાર્યક્રમ અંતર્ગત સાંજે 7:00 કલાકે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારબાદ રાત્રે 7:00થી
9:00 કલાક દરમિયાન લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉપસ્થિત સૌ મહેમાનો માટે
ભોજન-પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
દીપોત્સવ અને નૂતન વર્ષની ખુશીઓની આપ-લે સાથે ભાઈબીજના પાવન અવસરે યોજાનાર આ
સ્નેહમિલન કાર્યક્રમમાં કચ્છની જનતા, આગેવાનો, કાર્યકરો તથા સૌ શુભેચ્છકોને સહપરિવાર ઉપસ્થિત રહી
કાર્યક્રમની શોભા વધારવા સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આવો,
ભાઈબીજના પાવન પર્વે સ્નેહ, સંસ્કૃતિ અને લોકસંગીતના આ ઉત્સવમાં સહભાગી બનીએ. આવનારા નુતન વર્ષ
માટે કચ્છ ની લોકપ્રિય જનતા ને નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ