ચાર લાખના બદલે ત્રણ લાખ-ગાડી પડાવી લીધી : અંજારમાં વ્યાજખોરોનો આતંક
મેઘપર કુંભારડીમાં પિતાની બીમારી સમયે ઊંચા વ્યાજે નાણાં મેળવનાર યુવક દ્વારા રકમ ચૂકવવાની તૈયારી કરવા છતાં વ્યાજખોરે બળજબરીપૂર્વક ગાડી પરત ન આપી મારપીટ કરી ત્રણ લાખ રોકડા તથા એક્ટિવા લઇ જવાના બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.સૂત્રો પરથી મળતી માહિતી મેઘપર કુંભારડીના નિર્મલનગરમાં રહેનારા યુવાનના પિતા ત્રણેક મહિના પહેલાં બીમાર હતા, ત્યારે તેને નાણાંની આવશ્યકતા ઊભી થતાં તેણે અંજારના પાસે જઇ આ વાત કરી હતી. આ આરોપીએ ચાર લાખ પાંચ ટકાના વ્યાજે આપી બદલામાં ફરિયાદીની મહિન્દ્રા એસ.યુ.વી. 700 કાર પોતાની પાસે ગીરો રાખી લીધી હતી. ફરિયાદી પાસે નાણાંની સુવિધા થતાં તેણે આરોપીને ફોન કરી ત્રણ લાખ અત્યારે આપી દેવા તથા ગાડી પરત આપવા અને એક લાખ બાદમાં આપી દેવાની વાત કરી હતી અને એક્ટિવાની ડેકીમાં ત્રણ લાખ નાખીને અંજાર ગયો હતો, ત્યારે આરોપી અને અન્ય એક શખ્સ ફરિયાદીના ઘર પાસે પહોંચી જતાં ફરિયાદી પરત ઘર પાસે આવ્યો હતો. ત્યારે ત્રણ લાખ આપવા અને ગાડી પરત કરવાનું કહેતાં આરોપીઓએ ગાડી આપવાની ના કહી મારામારી કરી હતી અને અજાણ્યા શખ્સે એક્ટિવા ચાલુ કરીને વાહન હંકારીને નાસી ગયો હતો. જ્યારે તેની પોતાની કાર હંકારીને નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે જુદી જુદી કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.