લાયજા પાસે ઊભેલી ટ્રકમાં બાઇક અથડાતાં ચાલક યુવાનનું મોત

image

માંડવી તાલુકાના લાયજા પાસે ઊભેલી ટ્રકમાં બાઇક અથડાતાં બાઇકચાલક રેલડિયા મંજલના 19 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાનાં પગલે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે તેમની બે બહેનોને ઇજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ લાયજા અકસ્માત અંગે તપાસ કરતાં ખેતી કામની મજૂરી કરી શ્રમજીવી આશાસ્પદ યુવાન માંડવીથી પોતાનું કામ પતાવી પોતાના ઘેર મંજલ રેલડિયા જઈ રહ્યો હતો. તેની સાથે તેની બે નાની બહેનો હતી જે પોતાના બાઈકથી લાયજા ચોકડી પાસે પહોંચ્યો ત્યાં ઊભેલી ટ્રક માં અથડાતાં તેની સાથે રહેલી બે નાની બહેનોને મૂઢ ઈજા સાથે ઘાયલ થઈ હતી, પરંતુ યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક માંડવી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં જિતેન્દ્રના બે ભાઈઓ તથા માંડવીના આગેવાનો મોટી સંખ્યામાં યુવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા. પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.