મોદીનું આસિયાન ભોજ, ટ્રમ્પને મળશે

ત્રણ દિવસના ફિલિપાઇન્સના પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાજધાની મનીલામાં આસિયાન રાત્રિ ભોજમાં સામેલ થયા હતા. રાષ્ટ્રપતિ ફર્ડિનેન્ડ માર્કોસ જુનિયરે ભોજન સમારોહ યોજ્યો હતો. વડાપ્રધાન મોદીની મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત છે. એ સિવાય મોદી 23મા આસિયાન-ભારત શિખર સંમેલન તેમજ 21મી પૂર્વ એશિયા શિખર બેઠકમાં પણ ભાગ લેવાના છે. મોદી આસિયાન રાત્રિ ભોજન માટે ખાસ તૈયાર કરાયેલી ઇ-રિક્ષા ટ્રકટ્રક'ની સવારી કરીને પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી ફિલિપાઇન્સનો પરંપરાગત પોષાકબારોંગ ટૈગલોગ’ પહેરીને આવ્યા હતા. પીએમ મોદી અને ટ્રમ્પ મંગળવારે ક્વાડ દેશોની બેઠકમાં ભાગ લેશે, જેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચીનના વધતા પ્રભાવ પર ચર્ચા થઇ શકે છે. મનીલામાં યોજાનારી આ બેઠક લગભગ બે વર્ષ બાદ ચારેય ક્વાડ દેશોના નેતાઓની પહેલી સામસામે બેઠક હશે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ માર્કોસ જુનિયરે મોદીને આસિયાન સમિટમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. ભારતીય સમુદાયે મોદીનું સ્વાગત કર્યું હતું.