નાના વરનોરા ગામે ગૌવંશની હત્યા કરવાના ગુનામાં પધ્ધર પોલીસે ૪ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગુના કામે અગાઉ બે આરોપીઓ પકડાયા હતાં, તેમની પૂછતાછ દરમિયાન ખુલેલા નામો પરથી વધુ ૪ને વરનોરામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. પધ્ધર પોલીસ મથકે ગુના ર.નં. ૩૭/૧૯ આઈપીસી કલમ ૩૭૯ મુજબ કુકમા તથા કાળી તલાવડી વિસ્તારમાંથી બળદની ચોરી કરીને નાના વરનોરા ગામે કતલ કર્યાનાં બનાવમાં પધ્ધર પોલીસે આરોપી મીરખાન ઉર્ફે મિલ્લો યાકુબ મમણ, ઈકબાલ સુલેમાન મમણ, રમઝાન ઉર્ફે પતુ ઉમર મમણ અને દાઉદ ઈબ્રાહિમ મોખાની ધરપકડ કરી હતી. આ ગુના કામે અગાઉ સદામ હારૂન ખલિફા અને ઈબ્રાહિમ ઈશા અબડાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછતાછમાં ખુલેલા નામો પરથી વધુ ૪ આરોપીઓ પોલીસે ઝડપી પાડયા હતા. આ કામગીરીમાં પધ્ધર પી.એસ.આઈ. વી.એચ. ઝાલા, એએસઆઈ કાનજીભાઈ જાટિયા, પ્રવીણભાઈ વાણિયા, પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગુણવંતસિંફ જાડેજા, જયંતિભાઈ માજીરાણા સહિતના જોડાયા હતા.