કચ્છમાં એક જ દિ’ માં આપદ્યાતના બનેલા ત્રણ અલગ અલગ બનાવોમાં એક મહિલા સહિત બે પુરુષોએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ગાંધીધામની ભાગોળે આવેલા શીણાય ગામે રહેતા ૩૪ વર્ષીય ગૃહિણી દક્ષાબેન હરેશ પંડ્યાએ પોતાને ઘેર પંખા માં દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. બે પુત્રો ધરાવતા દક્ષાબેનના દીકરાઓ શાળાએથી દ્યેર પાછા ફર્યા ત્યારે દ્યરનો દરવાજો નહીં ખુલતા પડોશીઓ ની મદદથી દરવાજો ખોલ્યા બાદ આ મહિલા દ્યરની અંદર મૃત હાલતમાં મળી આવ્યા હતા. જયારે અંજારમાં વાડી વિસ્તારમાં રહેતા ૪૪ વર્ષીય યુવાન રમેશ ખીમજી કાતરિયાએ પાકમાં નાખવાની ઝેરી દવા પીને પોતાનું આયખું ટૂંકાવ્યું હતું. ત્રીજા બનાવમાં અંજારના વરસામેડી ગામે રહેતા અને વેલ્સપન કંપનીમાં કામ કરતા ૨૦ વર્ષીય પરપ્રાંતીય શ્રમિક યુવાન પ્રકાશ રાજેન્દ્ર ગૌતમે દ્યરની આડીમાં ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. મૂળ ઉત્ત્।રપ્રદેશનો આ યુવાન તેનો ભાઈ વતન ગયા બાદ ગુમસુમ રહેતો હતો. પોલીસે આપદ્યાતના ત્રણેય કિસ્સાઓનીની વધુ તપાસ હાથ ધરી છે