ભુજ તા., અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં ૮મી સપ્ટેમ્બર વિશ્વ ફિઝીયોથેરાપી દિવસની પૂર્વસંધ્યાએ આયોજિત ફિઝીયોથેરાપી સારવાર કેમ્પમાં શરીરના જુદા જુદા દુ;ખાવાથી પીડિત ૫૦ દર્દીઓએ અંગ વ્યાયામ ચિકિત્સાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં પીઠનો દુ;ખાવો, ઘૂંટણનો દુ;ખાવો, કમરથી પગ સુધીની નસ ખેંચાઈ જવી. જેવા સાઈટીકા દર્દ, જન્મથી જ ગરદન જકડાયેલી હોવી( ટોરટીકોલીસ), એડીનો દુ;ખાવો, જડબા નાં ખુલવા જેવા કેસની સાથે બેઠાડુ વ્યવસાય કરતા(ઓક્યુપેશનર) હોય તેવા શારીરિક દુ;ખાવાગ્રસ્ત કર્મચારીઓ- અધિકારીઓ- ધંધાર્થીઓ જોડાયા હતા. સારવાર આપનાર ફીઝીયોથેરાપીસ્ટ ડો. હિનલ મહેશ્વરી તેમજ ડો.. મીથીલા. પી એ જણાવ્યું હતું કે, ‘વ્યવસાયલક્ષી શારીરિક પીડાગ્રસ્ત લોકોએ ધંધા-રોજગારના સ્થળે ટટાર બેસવાનો આગ્રહ રાખવા તથા ચાલતી વખતે સંભાળ રાખવાની ખાસ સુચના આપવામાં આવી હતી આ ઉપરાંત સાઈટીકા જેવા દુ;ખાવામાં નિયમિત વ્યાયામ અને કમરના દુ;ખાવામાં ઝૂકીને લાંબો સમય ઉભા નહિ રહેવાનું તેમજ ઘૂંટણનાં દુ;ખાવામાં જમીન પર તેમજ પલાઠી વાળીને નહિ બેસવા અને ઇન્ડીયન ટોઈલેટ સીટનો ઉપયોગ નહિ કરવા જેવી તાકીદ કરવામાં આવી હતી. પ્રારંભમાં અધિક મેડિકલ સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીએ કેમ્પને ખુલ્લો મુક્યો હતો.