અનડીટેકટ મોબાઇલ સ્નેચીંગનો ભેદ ઉકેલી આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી આદિપુર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓએ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી બનાવો બનતા રોકવા તેમજ આદિપુર પો.સ્ટે. દાખલ થયેલ મોબાઈલ ફોન સ્નેચીંગનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરવા સુચના આપેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી સાહેબ, અંજાર વિભાગ અંજાર તથા પો.ઈન્સ.શ્રી એસ.એન.કરંગીયા ની સુચનાથી આદિપુર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ ખાનગી બાતમી હકીકત આધારે આદિપુર ડી.એ.વી સ્કુલ પાસેથી મોબાઈલ સ્નેચીંગમાં ગયેલ મોબાઈલ ફોન સાથે સંડોવાયેલ બાઇક ચાલક આરોપીને ઉપયોગમા લીધેલ મોટર સાયકલ સાથે પકડી પાડી સ્નેચીંગમા ગયેલ મુદામાલ મોબાઈલ તથા અન્ય શંકાસપ્ટ મોબાઈલ ફોન નંગ-૦૨ રીકવર કરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.