ગુજરાત સરકારના કર્મચારીઓની સર્વિસબુક હવે ડિજિટલ બનશે, 1.72 કરોડથી વધુ પાનાં સ્કેન કરવાની તૈયારી
ગુજરાત સરકારના સચિવાલયમાં વર્ષોથી ફાઇલોમાં સચવાયેલા જૂના સરકારી દસ્તાવેજોને ડિજિટલ સ્વરૂપ આપવાની કામગીરી હાથ ધરાઈ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અંદાજે 1.72 કરોડથી વધુ પાનાંનું સ્કેનિંગ અને ડિજિટાઇઝેશન કરાવવાની યોજના તૈયાર કરાઈ સરકારી દસ્તાવેજ મુજબ કુલ 1,72,89,240 પાનાંનું સ્કેનિંગ કરવાનું છે, એટલે કે લગભગ 1.73 કરોડ પાનાં આ કામગીરીમાં 26થી 50 વર્ષ જૂના રેકોર્ડનો પણ સમાવેશ કરાશે કર્મચારીઓની કાગળ આધારિત સર્વિસબુક સ્કેન કરીને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (HRMS)માં ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવાશે આ કામગીરી માટે એજન્સીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાઈ કામગીરી પૂર્ણ થયા બાદ કર્મચારીની નિમણૂકથી લઈને બઢતી, બદલી, પગારધોરણ, રજાઓ, સેવા સંબંધિત નોંધો અને નિવૃત્તિ સુધીના મહત્ત્વના રેકોર્ડ શોધવા સરળ બનશે ટેકનિકલ શરતો મુજબ દસ્તાવેજોનું 400 DPI હાઈ રિઝોલ્યુશન પર સ્કેનિંગ કરાશે, જેથી મૂળ દસ્તાવેજની વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય દરરોજ એક લાખથી વધુ પાનાં સ્કેન કરવાની ક્ષમતા પણ નિર્ધારિત કરાઈ સ્કેન થયેલા દરેક પાનાં સાથે જરૂરી માહિતી અને ઓળખની વિગતો જોડવામાં આવશે, જેથી ભવિષ્યમાં કર્મચારીના નામ કે સંબંધિત વિગતોના આધારે દસ્તાવેજ શોધી શકાશે