શિવસેના નેતાએ ભૂલથી બાળસાહેબની તસવીર ફાડી:સાવરકર અને મરાઠી અસ્મિતાના અપમાનનો આરોપ

image

ગાંધીએ પોતાનાં જીવન અને ગાંધી પરિવારની સાચી હકીકતો લોકો સમક્ષ મૂકવા લખેલાં પુસ્તક ‘બીલોન્ગિંગ : અ જર્ની ઓફ લવ’ પર વિવાદ સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ શિવસેનાએ જાહેરમાં આ પુસ્તકના પાનાં ફાડયાં હતાં અને સોનિયા ગાંધી પર સાવરકર અને મરાઠી અસ્મિતાનાં અપમાનનો આરોપ લગાવી આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ સાથે કોંગ્રેસ સાથે સંકળાયેલા પક્ષો વાયએસઆર અને બીઆરએસએ પણ પુસ્તકનાં લખાણ અંગે નારાજગી દર્શાવી છે. શિવસેનાએ કહ્યું હતું કે, આ પુસ્તકમાં એવું લખાયું છે કે, આરએસએસની રાજનીતિ પ્રત્યે ઈન્દિરા ગાંધીનો વિરોધ સ્વતંત્રતા સંગ્રામના સમયથી જ હતો. જ્યારે કોંગ્રેસના નેતાઓ બ્રિટિશ દમન અને જેલવાસ સહન કરી રહ્યા હતા, ત્યારે આરએસએસના વિનાયક દામોદર સાવરકર અંગ્રેજોને દયાની અરજીઓ લખી રહ્યા હતા. આ પુસ્તકના પૃષ્ઠ 443 પર સાવરકરના ઉલ્લેખ અંગે શિવસેનાએ આક્ષેપ કર્યો છે કે, આ એક ખોટી કથા ફેલાવવાનું ષડયંત્ર છે. દરમ્યાન, કોંગ્રેસના સાથી પક્ષ વાયએસઆર કોંગ્રેસના સાંસદ મડ્ડિલા ગુરુમૂર્તિએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, સોનિયા ગાંધીએ તેમનાં પુસ્તકમાં વા.એસ. રાજશેખર રેડ્ડીના યોગદાનનો ઉલ્લેખ કેમ નથી કર્યો.