ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ.ઇન્દીરા ગાંધી જી ને જન્મજયંતિ નિમિતે હારારોપણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યાં”

ભુજ કોંગ્રેસ ભવન ખાતે સ્વ.ઇન્દીરા ગાંધી જી ની જન્મજયંતિ નિમિતે હારારોપણ કરી તેમના તૈલીચિત્ર ને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. જીલ્લા સમિતિના આગેવાનો, હોદેદારો, કાર્યકરો સાથે જોડાયા હતા.
વધુમાં કચ્છ જીલ્લા ના ઉપપ્રમુખ શ્રી રામદેવસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે ઇન્દીરાજી દેશ માટે બલિદાન આપ્યું છે. ઇન્દીરાજી એ દેશ માટે હરિત ક્રાંતિ, બેંકોનું રાષ્ટ્રીકરણ, અવકાશ સંશોધન, ગરીબી નાબુદી, કૃષિ ઉત્પાદન વધારવા, આરોગ્ય, શિક્ષણ, RAW ની સ્થાપના ૧૯૭૧ નું ભારત-પાકિસ્તાન યુધ્ધ કરી. પાકિસ્તાન બે ટુકડા કરી દેશને વિશ્વના ડંકા પર લઇ જનાર મહિલા વડાપ્રધાન દેશ તથા વિશ્વ ક્યારેય ભૂલી નહિ શકે તેવું શ્રી જાડેજાએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં રામદેવસિંહ જાડેજા, ગનીભાઈ કુંભાર, ફકીરમામદ કુંભાર, ઇલ્યાસભાઈ ઘાંચી, ચેતનભાઈ શાહ, હાસમ સમા, મુસ્તાકભાઈ હિંગોરજા, ધનશ્યામભાઈ સોની, રજાકભાઈ ચાકી, પૂજન ગોર, ચંદ્રાબેન ઘનશ્યામ સોની, રીન્કુબેન રવીન્દ્રકુમાર ખેતીયા, ગુલામહુસેન સમા, શક્તિસિંહ ચોહાણ, કાસમભાઈ સમા, જેન્તીભાઈ પારેખ, મેહુલભાઈ મહેતા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. એવું પ્રવક્તા અંજલિ ગોરની યાદી એ જણાવ્યું હતું