ભુજ શહેરના ધમધમતા વિસતાર માં સ્ટેશન રોડ પર ઇલાર્ક હોટેલ સામે રોડ પર આજે બપોરે અચાનક મોટો ખાડો પડી જતા કુતુહલ સર્જાયો હતો. સદભાગ્યે કોઇ નુક્શાન થયું નથી. આ ખાડો એટલો મોટો છે કે આખેઆખું રીક્ષા અંદર પડી જાય. આ ખાડો નીચે ગટરની ચાલુ લાઇન છે. તેમજ હાલ વરસાદી પાણીના કારણે જમીન પોચી પડવાથી રોડ ધસી પડ્યું હોવાનું સ્થળ પરના લોકોમાંથી જાણવા મળયું છે.હજી છ મહિના પહેલા બનેલા આ રોડની જે હાલત થઇ છે. તેથી ભુજ નગરપાલિકાના વિકાસમાં ખાડા પડી રહ્યા હોય તે સ્પષ્ટ દેખાય છે. જમીનનું કોઇપણ જાતનું લેવલીંગ કર્યા વગર ઉપર છલ્લું કામ કરી, નબળું કામ કરી પ્રજાનાં પૈસાનું પાણી કરેલ છે. તે સીવાય વાણીયાવાડ,મહેરઅલી ચોક,ભીડ ગેટ, જેવા અનેક વિસ્તારોમાં રોડોમાં મોટા મોટા ખાડા પડી જવા થી ભ્રષ્ટાચારીઑની પોલ ખૂલી છે છતાં ભુજ પાલીકાના જવાબદારોના પેટનું પાણી પણ હાલતું નથી.