મથડા ગામે ગૌશાળાના લાભાર્થે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ

image

મથડા ગામે ગૌશાળાના લાભાર્થે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ મથડા સમસ્ત ગામજનોના સહયોગથી ગૌશાળાના લાભાર્થે આયોજિત રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનો રાજકીય અને સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગૌસેવાના આ ઉમદા કાર્યને બિરદાવી આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. રમતગમતની સાથે જીવદયા અને સમાજસેવાનો સુંદર સંદેશ આપતા આ આયોજનમાં ગામજનોનો ઉત્સાહ અને સહયોગ પ્રશંસનીય રહ્યો હતો.

*રમતગમતના માધ્યમથી જીવદયાની સેવા કરવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે. આ ટુર્નામેન્ટ ના સૌ આયોજકો અને મથડા ગામ ના ગામજનો તેમજ ટુર્નામેન્ટ માં ભાગ લેનાર સૌ ટીમો ને દિલી મુબારકબાદ.. હાજી મોહમ્મદભાઈ આગરિયા..