આડેસર પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર કોમર્શિયલ દબાણ દૂ૨ ક૨વાની સફળ કામગીરી ક૨તી આડેસર પોલીસ

image

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લામાં સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો સામે અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી બી.વી.બોરીસાગર નાઓના નેતૃત્વમાં નેશનલ હાઇવેના સર્વિસ રોડની બાજુમાં ગામ આડેસર તા રાપર જી કચ્છ ખાતે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંયુક્ત ડિમોલેશન કાર્યવાઠી ઠાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન (૧) અનવર અયુબભાઈ જાતે હિંગોરજા, રહે.આડેસર તા.રાપર જી.કચ્છ વાળા દ્વારા મોજે આડેસર તા રાપર કચ્છ ગામ માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૭ નાં સર્વિસ રોડ ની બાજુમાં સરકારી ટાવર્સના સર્વે નં.૭૭૧/પૈકીની જમીન ઉપર ગેરકાયદેસર રીતે ઠોટલ બનાવી (અમદાવાદી તવાહાય હોટલ) અંદાજીત કુલ ૨૫૦ ચોરસ મીટર (૨૬૯૧ ચોરસ ફુટ) વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર કોમર્શિયલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. જેની અંદાજિત કિંમત રૂ. ૩.૨૦,૦૦૦/- (ત્રણ લાખ વીસ હજાર રૂપિયા) જેટલી થાય છે તથા (૨) અનવરઅલી અસગરઅલી જાતે રસૈયદ રહે આડેસર તા રાપર છ કચ્છ વાળા દ્વારા આડેસર રેલ્વે સ્ટેશન જવાના રોડ ઉપર સરકારી ટાવર્સના સર્વે નં. ૭૭૧/પૈકીની જમીન ઉપર ગેરકાયદેસર રીતે 9(છ) જેટલી બનાવેલ દુકાનોનું કોમર્શિયલ દબાણ દૂર કરવામાં આવ્યું આ કામગીરી અંતર્ગત અંદાજીત કુલ ૩૦૦ ચોરસ મીટર (૩૨૨૯ ચોરસ ફુટ) વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર કોમર્શિયલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ.૪,૦૦,૦૦૦/- (ચાર લાખ રૂપિયા) જેટલી થાય છે.